વિધાનસભાની વાતઃ નડિયાદમાં આ વખતે કોનું ચાલશે નામ? જાણો જ્ઞાતિનું ગણિત અને સમીકરણો
નડિયાદ વિધાનસભાની ચૂંટણી ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લામાં આવે છે. અહીંયાના જાતિગત રાજકારણની વાત કરીએ તો આ સીટ પાટીદારોનો ગઢ રહ્યો છે. વર્ષ 1962થી 2017 સુધી માત્ર પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લાની નડિયાદ બેઠક પર રાજકીય ગરમી ઘણી વધારે છે. આ સીટ પર 1998થી સતત બીજેપીનો દબદબો રહ્યો છે. પંકજ દેસાઈ છેલ્લાં 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આજે અમે તમને આ સીટના રાજકીય સમીકરણ વિશેથી માહિતગાર કરીશું.
નડિયાદ સીટનું જાતિગત સમીકરણ:
નડિયાદ વિધાનસભાની ચૂંટણી ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લામાં આવે છે. અહીંયાના જાતિગત રાજકારણની વાત કરીએ તો આ સીટ પાટીદારોનો ગઢ રહ્યો છે. વર્ષ 1962થી 2017 સુધી માત્ર પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે. આ સીટ પર પાટીદારોના 28,740, મુસ્લિમ સમુદાયના 24,840, વાણિયા અને બ્રાહ્મણ સમુદાયના 16,487 મતદારો, અનુસૂચિત જાતિના 14,215 અને અનુસૂચિત જનજાતિના 4512 મતદારો છે.
નડિયાદ બેઠકનું રાજકીય સમીકરણ:
છેલ્લી ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો નડિયાદ બેઠક પર ભાજપે જીત મેળવી હતી. અહીંયા બીજેપીના પંકજ દેસાઈએ કોંગ્રેસના સૂર્યકાંત પટેલને લગભગ 20,000 મતથી હરાવ્યા હતા. વર્ષ 1998માં પંકજ દેસાઈએ જીતનો રથ ચલાવ્યો હતો,તે ચાલતો જ રહ્યો છે. વર્ષ 2012માં પંકજ દેસાઈને 75,335 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત પટેલને 68,748 મત મળ્યા હતા. 2007માં પંકજ દેસાઈએ કોંગ્રેસના સુરેન્દ્ર દેસાઈને પરાજય આપ્યો હતો.
નડિયાદ બેઠકનો ટ્રેક રેકોર્ડ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1972 બાબુભાઈ દેસાઈ કોંગ્રેસ
1975 દિનશા પટેલ કોંગ્રેસ
1980 દિનશા પટેલ જનતા પાર્ટી
1985 દિનશા પટેલ જનતા પાર્ટી
1990 દિનશા પટેલ જનતા દળ
1995 દિનશા પટેલ કોંગ્રેસ
1998 પંકજકુમાર દેસાઈ ભાજપ
2002 પંકજકુમાર દેસાઈ ભાજપ
2007 પંકજકુમાર દેસાઈ ભાજપ
2012 પંકજકુમાર દેસાઈ ભાજપ
2017 પંકજકુમાર દેસાઈ ભાજપ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube