ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત વિધાનસભાના ચૂંટણી પહેલાના અંતિમ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે વિપક્ષના નેતાઓએ વિવિધ આંદોલનને પગલે ગૃહમાં રજુઆત કરી છે. કોંગ્રેસે ગુજરાતના પ્રાણપ્રશ્નોની રજુઆત માટે સમય આપોની માંગણી કરી હતી. ત્યારે વિધાનસભાના છેલ્લા સત્ર પહેલા ગાંધીનગરમાં કોંગ્રેસે દેખાવો કર્યા હતા. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સરકારી કર્મચારીઓની માગને લઈ ગળામાં બેનરો પહેલી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે વેલમાં આવેલા ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધ્વની મતના બહુમતથી ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે. જેના બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના સ્થાને ઉભા થઇ ન્યાય આપોના સૂત્રોચાર કર્યા હતા. લગભગ 10 થી 12 ધારાસભ્યો વેલમાં ઘૂસી ગયા હતા, જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે અધ્યક્ષની વિપક્ષના સભ્યોને ટકોર કરી હતી. અધ્યક્ષે કહ્યું હતું કે, વિધાનસભામાં આ પ્રમાણે પ્રદર્શન ના કરી શકાય. શૈલેશ પરમારે કહ્યુ હતું કે, કર્મચારીઓના ઓદોલનની ચર્ચા ગૃહમાં કરો. ત્યારે કોંગ્રેસનો વિરોધ ચાલુ રહેતા રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ન્યાય આપોની માંગણી સાથે નારા લગાવ્યા. 




ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન વિરોધ કરી રહેલા અને વેલમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. ધ્વની મતના બહુમતથી ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે. આ ધારાસભ્યોએ વેલમાં ધસી જઇ બેનર પ્રદર્શિત કર્યા હતા. જેના બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.


સરકાર ડ્રગ્સ મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી - જિજ્ઞેશ મેવાણી
ધારાસભ્યે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગુજરાતના દરિયા કિનારે ઉતરતા ડ્રગ્સ મુદ્દે ચર્ચા કરવા સરકાર સહમત નથી. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો મુદ્દે લડતી રહેશે. તો અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપની સરકારનું શાસન અને નિર્ણય પ્રજા વિરોધી છે. સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચાથી ભાગે છે. બે દિવસના ટુંકા સત્રમાં અમારી ચર્ચાની માંગ છે. રાજ્યના ૩૦ વિભાગના કર્મચારીઓ હાલ આંદોલનના માર્ગે છે. કોગ્રેસ ખેડૂતો, લમ્પી વાયરસ, પેપર લીંક મુદ્દે ચર્ચા કરવા સમય માંગે છે, પણ સરકાર પાસે સમય નથી. સરકાર બહુમતીના જોરે પોતે નક્કી કરેલા એજન્ડા પર કામ કરવું છે. કર્મચારીઓની માંગણીઓ પર એક કલાક ચર્ચા કરવાની માંગ છે. અમે લડીએ છીએ અને હજુ લડીશું.