ગાંધીનગર: વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પર પૂછાયેલા પ્રશ્ન પર વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગૃહમાં કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી આવી ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. અધ્યક્ષે સાર્જન્ટ ને ઉચકી ને બહાર લઈ જવા સુચના આપી હતી. જેથી કોંગ્રેસના સભ્યોને સાંજ સુધી સસ્પેંડ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂરક માંગણીઓ પર ચર્ચાની શરૂઆત થઈ હોવા છતાં કોંગ્રેસ ના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. સરકાર ટેક્સ ઘટાડવા માંગે છે કે કેમ તેના પર નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં લેવાતા વધુ ટેક્સ વસુલે છે તેમ કહેતા વિવાદ થયો હતો. 


ઉંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દ્વારા ભાજપ સામે સૂત્રોચ્ચારમાં અણછાજતા શબ્દો  (લુખ્ખા શબ્દ) વાપરતા સંસદીય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ 2 દિવસ સસ્પેન્ડ કરવા પ્રસ્તાવ મુક્યો હતો. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની દ્વારા દરખાસ્ત આપવામાં આવતાં અધ્યક્ષે કોંગ્રેસ આશા બહેનને 2 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  વિપક્ષના નેતા દ્વારા વિશેષ ચર્ચા માટે સમય માંગવામાં આવ્યો છે અને હાલમાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયો છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક થઈ છે. સરકારને રાસાયણિક ખાતર, પેટ્રોલ-ડીઝલ, CNG અને PNGમાં કરોડોની રૂપિયાની આવક કરી છે. સરકારની આવકની વાત કરીએ તો રાસાયણિક ખાતર પર 164.05 કરોડની આવક થઈ છે. પેટ્રોલ પર રાજ્ય સરકારને 5347.71 કરોડ અને કેન્દ્રને સેસની 1075.8 કરોડની આવક થઈ છે. તો ડીઝલ પર રાજ્ય સરકારને 11902.97 કરોડ અને કેન્દ્રને સેસ પર 2394.51 કરોડની આવક થઈ છે. જ્યારે PNG પર 1495.1 કરોડ અને CNG પર રાજ્ય સરકારને 669.33 કરોડની આવક થઈ છે.