ગુજરાતના જ્યોતિષચાર્યની આગાહી; ચાઇના બે ભાગમાં વહેંચાશે, તેનો એક ભાગ જાપાનમાં જશે, પાકિસ્તાનના બે ટુકડા થશે
જ્યોતિષચાર્ય જયપ્રકાશ માઢકે વધુમાં જણાવ્યું છે કે, દુનિયામાં કેટલાક મહાસતા દેશો અસ્તિત્વમાં આવશે. જેમાં ભારત અખંડ ભારત બનશે. ભારતનો વિસ્તાર વધશે. એટલું જ નહીં, તેમણે છેલ્લે છેલ્લે અણુયુદ્ધ થવાની પણ આગાહી કરી છે.
દીપક જીતિયા/અમરેલી: યુક્રેન અને રશિયા યુદ્ધને લઈ લીલીયાના ખ્યાતનામ જ્યોતિષચાર્ય જયપ્રકાશ માઢકની મોટી આગાહી સામે આવી છે. લીલીયાના ખ્યાતનામ જ્યોતિષચાર્ય જયપ્રકાશ માઢકે જણાવ્યું છે કે, મકર રાશિમાં છ ગ્રહો ભેગા થયા હોવાથી જેમાં મંગળગ્રહ એ ભીષણ યુદ્ધનના સંકેત બતાવે છે. જેના કારણે આગામી સમય ખુબ જ કપરો આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ચાઇના બે ભાગમાં વહેંચાશે અને તેનો એક ભાગ જાપાનમાં આવશે. એટલું જ નહીં તેમણે પાકિસ્તાનના પણ બે ટુકડા થવાની વાત કરી છે.
જ્યોતિષચાર્ય જયપ્રકાશ માઢકે વધુમાં જણાવ્યું છે કે, દુનિયામાં કેટલાક મહાસતા દેશો અસ્તિત્વમાં આવશે. જેમાં ભારત અખંડ ભારત બનશે. ભારતનો વિસ્તાર વધશે. એટલું જ નહીં, તેમણે છેલ્લે છેલ્લે અણુયુદ્ધ થવાની પણ આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, લીલીયાના ખ્યાતનામ જ્યોતિષચાર્ય જયપ્રકાશ માઢક ભારતના ગરૂડી ગીતાના આધારે કેટલીક સચોટ આગાહીઓ કરી છે.
યુક્રેન-રશિયાના યુદ્ધની સાથે જ બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં
અમેરિકામાં 9/11 હુમલાની ભવિષ્યવાણી માટે સૌથી પ્રસિદ્ધ ક્લેરવોયન્ટ ફકીર બાબા વેંગાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ઉદયની પણ ભવિષ્યવાણી કરી હતી. રશિયાના પશ્ચિમ સાથે મુકાબલો કરવા અને યુક્રેનમાં સૈન્ય આક્મણ શરૂ કરવાની સાથે પુતિન વિશે અંધ ફકીર બાબા વેંગાની ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાબા વેંગાના જણાવ્યાં મુજબ પુતિન એક દિવસ 'દુનિયા પર રાજ' કરશે અને રશિયાને 'દુનિયાનો માલિક' બનતા કોઈ રોકી શકે તેમ નથી.
પુતિન સંદર્ભે તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે 'તમામ ઓગળી જશે, જેમ કે બરફ, ફક્ત એક જ અછૂતો રહેશે. વ્લાદિમિરનો મહિમા, રશિયાનો મહિમા. કોઈ પણ રશિયાને રોકી શકશે નહીં.'
બાલ્કનના નોસ્ત્રાદેમસનું ઉપનામ ધરાવતા બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. કહે છે કે ખુબ નાની ઉંમરમાં પોતાની દ્રષ્ટિ ગુમાવ્યા બાદ તેમણે ભવિષ્યવાણી કરવાી ક્ષમતા મેળવી હતી. વેંગાએ ભવિષ્યમાં 5.79 સુધી હજારો વર્ષની ભવિષ્યવાણી કરી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે બલ્ગેરિયન ફકીરની ભવિષ્યવાણીની સફળતાનો દર 85 ટકા છે. તેમનું 1996માં મૃત્યુ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube