Paper Leak News Live Update: ગુજરાતમાં જુનિયર કલાકની પરીક્ષાનું પેપર ફૂટતા વિર્ધથીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઘટનામાં ગુજરાત બહારથી પેપર લીક થયાનો તંત્રએ દાવો કર્યો છે. બીજી બાજુ બિહાર અને ઓડિશાની ગેંગની સંડોવણી હોવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે. આ ઘટના બાદ ગુજરાત ATSની ટીમે અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર લીક મામલે ATSનું મોટું નિવેદન
પેપર લીક મામલે ગુજરાત ATS તરફથી સત્તાવાર નિવેદન સામે આવી ચૂક્યું છે. ગુજરાત એટીએસે જણાવ્યું છે કે પેપર લીક થાય તે પહેલા આરોપીઓને પકડવાની સૂચના હતી. 3-4 દિવસથી અમારી વોચ હતી. 



ગુજરાત પોલીસ અલર્ટ
જુનિયર ક્લર્કની પરીક્ષા રદ થતા ગુજરાત પોલીસ અલર્ટ થઈ ચૂકી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા લેવલે આદેશ કરાયો છે. જિલ્લા પોલીસવડા અને કમિશનરોને IBએ આદેશ કર્યો છે. સ્થાનિક સ્તરે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો આદેશ પણ કરાયો છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, જાહેર સ્થળોએ બંદોબસ્ત ગોઠવવા આદેશ કરાયો છે.


વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી છે. સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે. કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે.


ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસની સુકાન સાંભળી લીધી છે અને કુલ 05 ટીમો સમગ્ર કેસની તપાસમાં જોડાઇ છે. એટીએસે અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 04 થી 05 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, જુનિયર ક્લાર્કના પેપર લીક કાંડને લઈને ગુજરાત એટીએસની તપાસ રાજ્ય બહાર થઇ રહી છે. હૈદરાબાદ, ઓડિસા, મદ્રાસ સહિતના રાજ્યોમાં ગુજરાત એટીએસની ટીમો રવાના થઈ છે. એટલું જ નહીં, વડોદરા ઉપરાંત સુરતમાં પણ ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પેપર લીકના નેટવર્કને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે. 


પેપરલીક કાંડમાં પોલીસે તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ પણ મળી આવી હતી. તપાસમાં રાજ્ય બહારની ગેંગની સંડોવણી સામે આવતા ATSની ટીમો તેલંગાણા, UP-બિહાર, દિલ્હી જવા રવાના થઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થવાને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં પેપર ગુજરાત બહારથી લીક થયું છે. પ્રાથમિક તપાસમાં તેલંગાણાના પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ પેપર લીક થયું હોવાની વાત સામે આવી છે.


ગુજરાત ATSએ સુરતમાં પણ પેપર લીકના નેટવર્કને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મામલે વડોદરાથી 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કના પેપરની ડુપ્લીકેટ નકલ વડોદરાથી વાયરલ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પેપર લીક થવા મામલે ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.