Threat to PM Narendra Modi આશ્કા જાની/અમદાવાદ : PM મોદીને જાનથી મારવાની ધમકી આપનારો પકડાયો છે. RDX ના વિસ્ફોટથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ યુવક કર્યો હતો. ગુજરાત એટીએસએ યુવકની ધરપકડ કરી, જેમાં ખુલાસો થયો કે, પૂર્વ પ્રેમિકાને ફસાવવા માટે ઈ-મેઈલ કર્યો હતો. ગુજરાત ATS એ યુવકની ઉત્તરપ્રદેશના બદાયુથી ધરપકડ કરી છે. ઈ-મેઈલનું લોકેશન ટ્રેક કરીને આરોપીને દબોચી લેવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપવાના આરોપમાં શનિવારે રાતે એન્જિનિયરીંગનો અભ્યાસ છોડી ચૂકેલા વિદ્યાર્થી અમન સક્સેનાની ધરપકડ કરાઈ છે. પ્રકરણમાં ગુજરાતની યુવતીનું નામ પણ ખૂલ્યું છે. પીએમ મોદીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો મેઈલ કરાયો હતો. ગુજરાત એટીએસને એક ઇનપુટ મળ્યો હતો. પીએમઓ પોર્ટલ પર આ ઇમેઇલ કરાયો હતો. જેમાં જામનગરમાં પીએમના પ્રવાસ દરમ્યાન બ્લાસ્ટ કરવાની ધમકીઅપાઈ હતી. ત્યારે ગુજરાત એટીએસએ  ઇ-મેઇલનું લોકેશન ટ્રેસ કરીને ઉત્તરપ્રદેશના બદાયુંમાંથી યુવકની ધરપકડ કરી છે. આરોપી અમન સક્સેનાએ કબૂલ્યુ કે, તે એક યુવતીના પ્રેમમાં હતો અને યુવતી સાથે બ્રેકઅપ થયા બાદમાં યુવતીને બદનામ કરવા માટે થઇને આ મેઈલ કર્યો હતો.


ગુજરાત એટીએસની ટીમે ગત મોડી રાતે આદર્શનગરથી અમન સક્સેનાની ધરપકડ કરી છે. સર્વેલન્સની ટીમને ઈમેઈલનું લોકેશન ટ્રેસ થતા જ મોડી રાતે ટીમ બદાયુ પહોંચી હતી. પૂછપરછમા સામે આવ્યું કે, અમન સક્સેના થોડા સમય પહેલા બરેલીની રાજર્ષી કોલેજમા એન્જનિયરીંગનો અભ્યાસ કરતો હતો, પરંતુ તેણે અભ્યાસ અધૂરો છોડ્યો હતો. 



પિતાના મોબાઈલમાં સીમ નાંખતા લોકેશન મળ્યું
અમન સક્સેના થોડા દિવસો પહેલા જ ઘરે આવ્યો હતો. ગુજરાત એટીએસ સતત તેનુ લોકેશન ટ્રેસ કરી રહી હતી. એટીએસ પાસે તેનો નંબર ન હતો, તેથી તેનુ લોકેશન ટ્રેસ થઈ શક્તુ ન હતું. પરંતુ તેણે પોતાના પિતાના મોબાઈલમાં જેમ સીમ નાંખ્યું તે તરત જ એટીએસને લોકેશન મળ્યુ હતું. તેના બાદ તેને પકડી લેવાયો હતો. 


એટીએસએ જે યુવકને પકડ્યો તે લેપટોપ ચોરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. તે સમયે તે વિદ્યાર્થી હોવાના કારણે તેને છોડી દેવાયો હતો. આ ઉપરાંત અમન સક્સેનની ગતિવિધિઓ પણ સંદિગ્ધ હોવાની ખૂલ્યુ છે. તેની આસપાસના લોકોએ જણાવ્યું કે, તે વર્ષોથી જોવા મળ્યો નહતો. તે ક્યારેય આવતો હતો અને ક્યારે જતો હતો તે કોઈને ખબર ન હતી. એટલુ જ નહિ, તેના સ્વજનો અખબારમાં તેને બેદખલ કરવાની જાહેરાત પણ આપી ચૂક્યા છે.