376 કરોડના હેરોઈન કેસમાં ગુજરાત એટીએસની મોટી સફળતા, એક શખ્સની કરાઈ ધરપકડ
ગુજરાત એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી એક કન્ટેનરમાંથી આશરે 75.3 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ 75.3 કિલો હેરોઈનની કિંમત આશેર 376 કરોડ રૂપિયા થાય છે
રાજેન્દ્ર ઠક્કર, ભુજ: મુન્દ્રા પોર્ટ પરથી ગુજરાત ATS અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ઝડપેલા 376 કરોડના ડ્રગ્સના મામલે ગુજરાત ATS એ આજે એક શખ્સની પંજાબથી ધરપકડ કરી છે. ગુજરાત ATS એ દિપક કિંગર નામના શખ્સની ધરપકડ કરી છે. દિપક કિંગરને ભુજ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રાન્ઝિટ વોરન્ટના આધારે દિપકના રિમાન્ડ મેળવવા માટે ગુજરાત ATS ભુજ આવી હતી. કોર્ટે દિપકના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
શું છે સમગ્ર મામલો
ગુજરાત એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી એક કન્ટેનરમાંથી આશરે 75.3 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ 75.3 કિલો હેરોઈનની કિંમત આશેર 376 કરોડ રૂપિયા થાય છે. ત્યારે આ મામલે ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, આ હેરોઈનનું કન્સાઈનમેન્ટ સંયુક્ત આરબ અમીરાતથી મુન્દ્રા પોર્ટ ખાતે મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી તેને પંજાબ લઇ જવાનું હતું.
અમદાવાદમાં વેપારી પર તિક્ષ્ણ હથિયારથી હુમલા કેસમાં નવો વળાંક, ફરિયાદી જ પોલીસ ગીરફ્તમાં
ગુજરાત પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુન્દ્રા પોર્ટ ખાતે રાખવામાં આવેલા શંકાસ્પદ કન્ટેનરને ટ્રેસ કરી તેની તપાસ હાથ ધરતા કન્ટેનરમાં રાખવામાં આવેલી કાપડની બેગમાંથી હેરોઈન પાવડર મળી આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube