મૌલિક ધામેચા/અમદાવાદ: નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયેલ બળાત્કાર કેસમાં ફરિયાદી પર હુમલો કરાવનાર વધુ એક શખ્સની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. અગાઉ સુરત આશ્રમથી વાસુ નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. જોકે હત્યાનો પ્રયાસ કરનાર સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુનું આ કેસમાં નામ ખુલતા છેલ્લા ઘણા વર્ષોથી તે ફરાર હતો. પરંતુ ગુજરાત ATSની ટીમને ચોક્કસ હકીકત મળતા સતત 48 કલાક જેટલું ઓપરેશન ચલાવી સુનિલને પકડી લીધો હતો. હાલમાં આરોપીને સુરતના ખટોદરા પોલીસને વધુ તપાસમાં સોંપવા કાર્યવાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 13 માર્ચથી 18 માર્ચે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, આ આગાહી ધ્રુજાવી નાંખશે


નારાયણ સાઈ વિરુદ્ધ બળાત્કારની નોંધાયેલી ફરિયાદ બાદ આશ્રમના કેટલાક સાધકો આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ થયેલા આરોપોને સાખી શકે તેમ નહોતા. જેને પગલે અનેક સાક્ષીઓ અને ફરિયાદી ઉપર હીચકારું હુમલા કરવાના બનાવો સામે આવ્યા હતા.  એવા જ એક સુરતના ફરિયાદીએ નારાયણસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. 


2024ની ચૂંટણી પહેલા મધુ શ્રીવાસ્તવની ધમકી, 'મારી ટિકીટ નક્કી હતી પણ જેણે કાપી છે..'


ગુજરાત ATSની ટીમને ચોક્કસ માહિતી હતી કે આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહુ મધ્યપ્રદેશના સુસનેર આશ્રમ ખાતે ગૌસેવા આપી રહ્યો છે અને ગૌશાળામાં જ રહેતો હતો. પણ મધ્યપ્રદેશના સાજાપુરામાં તે ગાયો માટે ચારો લેવા આવવાનો છે આ માહિતીના આધારે ગુજરાત ATSની ટીમે 48 કલાક જેટલી વોચ રાખી અને તેની ઓળખ કરી ઝડપી પાડ્યો હતો. 


નારાજ એટલા માટે છીએ કારણ કે..' MLA કિરીટ પટેલ પછી લલિત વસોયાએ મૌન તોડી આપ્યું નિવેદન


મહત્વનું છે કે આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુ વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં હુમલા અંગેની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ થી સુનિલ પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હતો ક્યારેક સુરત આશ્રમમાં તો ક્યારેક અન્ય જિલ્લાઓના આશ્રમમાં સુનિલ રહેતો હતો. એટલું જ નહીં પોતાના કુટુંબના સભ્યો અને ઘરનો સંપર્ક પણ કરવાનો પ્રયત્ન સોની લે નહોતો કર્યો. 


અંબાજીમાં પ્રસાદ વિવાદ પર નીતિન પટેલનું મોટું નિવેદન, શું ફરી મળતો થશે મોહનથાળ?


પકડાયેલ આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહુ બીએસસી બીએ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને અમદાવાદમાં આસારામ બાપુ ના સમયમાં થતા કાર્યક્રમોના ટેન્ટ (તબું)બાંધવાનું અને સંચાલન કરવાનું કાર્ય પણ સુનિલ સંભાળતો હતો. હાલ તો ગુજરાત ATSની ટીમે આરોપીની વધુ પૂછપરછ થઈ શકે તે માટે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.