Gujarat Paper Leak Scam : પંચાયત પસંદગી મંડળના જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા જ આરોપીઓ તો પકડાઈ ગયા. પણ સરકાર ફરી શરમમાં મૂકાઈ. અગાઉ એક પણ પેપર લીક ન થવા દેવાનો દાવો કરી ચૂકેલી સરકારનાં દાવા ખોટા પડ્યાં. લાખો પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ન ફૂટે, તેની હવે કોઈ ગેરન્ટી નથી. હવે તો પેપર ફૂટ્યા વિના પણ પરીક્ષા યોજાઈ શકે, તે વાત કલ્પનાઓમાં સમેટાઈ રહી છે. પંચાયત વિભાગનાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરી દેવાઈ, ઉમેદવારોનાં પરિણામનો તો ફેંસલો નહીં થઈ શકે, પણ સરકાર અને તંત્ર ફરી એક વાર નાપાસ થઈ ગયા. ત્યારે પેપર લીક મામલે ATS એ પ્રેસ કોન્ફરન્સ કરીને આખા નેટવર્કનો કેવી રીતે પર્દાફાશ કર્યો તેની માહિતી આપી. ગુજરાત ATSના એસપી સુનિલ જોશીએ માહિતી આપી કે, આ પેપર ક્યાંથી ફુટ્યુ, કોણે ફોડયુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ATSના એસપી સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુંક ે, ગુજરાત ATS, ક્રાઈમ અને SOG અને IB ની ટિમો એક્ટિવ હતી, પકડાયેલ આરોપીઓ સર્વેલ્સન પર હતા. ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કેતન અને ભાસ્કર બરોડા પેપર આપવાનો હતો. તેથી અમે એક્ટિવ થયા. ગુજરાત એટીએસ, સુરત ક્રાઈણ બ્રાન્ચ અને વડોદરા એસઓજીની ટીમે મળીને આખી ગેંગને પકડી પાડ્યા. સ્થળ પરથી તામ આરોપીઓને પકડ્યા. ફોટા અને પેપરની કોપી રિકવર કરી હતી. બંડલ તપાસમા મોકલ્યા.  પેપર કોપી ખાતરી કરી તો ઓરિજિનલ હોવાની માહિતી મળી એટલે પરીક્ષા રદ કરી. 



તેમણે કહ્યું કે, પ્રદીપ નાયક આ બન્ને આરોપીઓને પેપર આપવા આવ્યો હતો. કેર હાઇટેકમાં પ્રદીપના ઓળખીતા હતા જેમને પેપર આપ્યુ હતું. અમે પ્રદીપ નાયકની તપાસ કરી કે, હૈદરાબાદમા પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયક દ્વારા પેપરની કોપી અપાઈ હતી. અમે જીત નાયકની પણ ધરપકડ કરી છે. તેને અમદાવાદ લાવવાની કાર્યવાહી ચાલી રહી છે. પ્રદીપ નાયક મુરારી પાસવાનની ગેંગના સંપર્કમાં આવ્યો હતો. મુરારી પહેલા પણ આ પ્રકારની કામગીરી અગાઉ કરી ચૂક્યો છે.