આ વર્ષે કેરી તમારા ખિસ્સા કરાવી શકે છે ખાલી, જો માનવામાં આવતું ન હોય તો વાંચી લો અહેવાલ
ગયા વર્ષે જે કેસર કેરીની પેટી રૂપિયા 1300 થી 1500 જોવા મળતી હતી, તે જ પેટીના ભાવ આ વર્ષે વધીને 1800 થી 2000 હજાર પહોંચ્યા છે. આ ભાવ વધારાનું કારણ છે કેરીનો પાક ઓછો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારે હોવાના કારણે ગ્રાહક પણ કેરી ખરીદવા આવતા નથી.
ઝી ન્યૂઝ/સુરત: કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે પણ કેરીનો ટેસ્ટ તમને ફીકો લાગશે. કેરી તમારા ખિસ્સા ખાલી કરાવી શકે છે. ઉનાળાની શરૂઆત થતાં જ કેરી ખાવાની મજા આવે છે, પરંતુ આ વર્ષે એક કેરીનો ટેસ્ટ તમને ફિકો લાગશે કેમ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે. કેરીનો ઓછું ઉત્પાદન થયું હોવાના કારણે કેરી બજારમાં ઓછી જોવા મળી રહી છે. આ વર્ષે કેરીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
ગયા વર્ષે જે કેસર કેરીની પેટી રૂપિયા 1300 થી 1500 જોવા મળતી હતી, તે જ પેટીના ભાવ આ વર્ષે વધીને 1800 થી 2000 હજાર પહોંચ્યા છે. આ ભાવ વધારાનું કારણ છે કેરીનો પાક ઓછો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારે હોવાના કારણે ગ્રાહક પણ કેરી ખરીદવા આવતા નથી.
ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગને પગલે આંબાને થયેલી અસર, કમોસમી વરસાદ તેમજ પ્રતિકૂળ હવામાનને લીધે આંબાનાં પાકને મોટા પાયે અસર થઇ છે. આ વખતે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીની સીઝન ગુજરાતમાં દોઢ મહિના પછી એટલે કે 15 મેથી શરૂ થશે. જો વાતાવરણ સાનુકૂળ રહ્યું તો વરસાદ સુધી લોકોને કેરી ખાવા મળશે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી અને લૂની આગાહીના કારણે આ વર્ષે કેરીનો પાક 15થી 20 ટકા થાય તેવી શક્યતા સેવી રહ્યાં છે. આ સંજોગમાં 5 ટકા પાકને માર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube