Rajkot News રાજકોટ, ધોરાજી : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલા ભાદર 2 ડેમમાંથી સ્વખર્ચે ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાણી છોડાવ્યું છે. કુતિયાણા વિધાનસભાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ 3,41,250 રૂ. ભરીને ભાદર 2 ડેમમાંથી 150 MCFT પાણી છોડાવ્યું છે. ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આજરોજ શનિવારે પાણી છોડાવતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી. આમ, સતત 12માં વર્ષે કાંધલ જાડેજા ખેડૂતોની વ્હારે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે કાંધલ જાડેજાના કારણે ખેડૂતોને પાણી મળ્યું છે. ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાંથી 150 MCFT પાણી છોડાયું છે. હાલ ડેમમાંથી 16000 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને રાણાવાવ  તાલુકાના તેમજ પોરબંદરના અમુક ગામડાઓને આ પિયત માટેના પાણીનો ભરપૂર લાભ મળશે. ભાદર નદીમાં છોડવામાં આવેલ આ પાણીથી ધોરાજીથી પોરબંદર સુધીના ભાદરકાંઠા વિસ્તારના વાવેતર કરેલા શિયાળુ ખરીફ પાક માટે 16000 હેક્ટર જમીનમાં ખેડૂતોને પિયત માટે પાણીનો ભરપૂર લાભ મળશે.


જામનગરમાં ખૂની ખેલ : કોન્સ્ટેબલે કરી પીએસઆઈના ભાઈની હત્યા


ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આજરોજ શનિવારે પાણી છોડાવતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે. ભાદર  2 ડેમના તંત્ર દ્વારા સાયરન વગાડી ભાદરકાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. બે દિવસ પહેલા પણ તંત્ર દ્વારા લોકોને શનિવારના રોજ નદીના પટમાં ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાદર 2 ડેમ સિવાયના અન્ય કુતિયાણા અને પોરબંદર વિસ્તારના ચાર ડેમમાંથી પણ કાંધલ જાડેજા દ્વારા કુતિયાણા અને પોરબંદર સુધીના ગામોને પિયત માટે પાણી છોડાવે છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના ખેડૂતોને આ પાણીથી મોટો ફાયદો થશે. તેમજ રાણાવાવ અને પોરબંદરના અનેક ગામડાંઓને પિયત માટે પાણી મળશે. 


બૂથના મહારથી પાટીલે કહ્યું આ લોકો તો ભૂલથી પણ ના માગે ટિકિટ, જરા લાયકાત દેખી લેજો


સતત 12 વર્ષથી સ્વખર્ચે પાણી છોડાવે છે 
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સતત 12 વર્ષથી પોતાના સ્વખર્ચે છોડાવી રહ્યાં છે. છેલ્લાં 15 વર્ષથી આ ડેમ પર ખેડૂતો સિંચાઈ ખાતાને નિશ્ચિત રકમ ભરી પાણી છોડાવતા હતા. 2008માં ફાળો ઉઘરાવી પાણી છોડાવ્યું હતું, પણ 2012થી ધારાસભ્ય કાંધલ જાડેજા આવ્યા ત્યાર પછીથી તેઓ દર વર્ષે પાણી છોડાવવાના તમામ રૂપિયા ભરે છે. ગઇકાલે પણ પોતાના ખર્ચે પાણી છોડાવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 


મહત્વનું છે કે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ 3 લાખ 41 હજાર 250 રૂપિયા છોડીને ભાદર-2 ડેમમાંથી પાણી છોડાવ્યું છે. જેનાથી શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત માટે ભરપૂર પાણી મળી રહેશે. ભાદર-2 ડેમમાંથી પાણી છોડાતાં વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.


મોરબી પર રાણીબાનું રાજ : રાણીનો રજવાડી ઠાઠ અને અંદાજ, લાખોનો કરે છે ધુમાડો