ગુજરાતની હરણફાળ છલાંગ, 43% સ્ટાર્ટઅપ શેર સાથે દેશમાં સ્ટાર્ટ અપ હબ બન્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ (Start up) ને વેગ આપતાં દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ (Start up hub) બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ, 2014થી 2019ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 12 થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટ અપમાં વૃદ્ધિ થઇ છે.
ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ (Start up) ને વેગ આપતાં દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ (Start up hub) બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ, 2014થી 2019ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 12 થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટ અપમાં વૃદ્ધિ થઇ છે.
દેશભરમાં આ સમયગાળા દરમિયાન 150 સ્ટાર્ટ અપમાંથી 43 ટકા ફંડેડ સ્ટાર્ટ અપ માત્ર ગુજરાતમાં જ કાર્યરત છે. વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે 2018-19ના વર્ષમાં સૌથી મોટું ત્રીજું રાષ્ટ્ર બન્યું છે, તેમાં ગુજરાતનું 43 ટકા સ્ટાર્ટઅપ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રીના પ્રોત્સાહક અભિગમની ફલશ્રુતિએ રાજ્યમાં યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્શિયલ આસિસ્ટન્સ, ઓનલાઇન એપ્લિકેશન, મોનીટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઇ છે.
મંદીમાં પણ સુરત અને રાજકોટ સરકાર માટે દુઝણી ગાય સાબિત થયા, ઈકોનોમિકલ ગ્રોથમાં ટો-10 લિસ્ટમાં પહોંચ્યા
ગુજરાતમાં સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટ અપ પોલિસી પણ અમલમાં છે. દેશમાં 2014થી 2019 વચ્ચે 9000થી વધુ સ્ટાર્ટઅપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત 1500 કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું રાજ્ય છે. મુખ્યમંત્રી ગુજરાતને યુવા સ્ટાર્ટઅપના નવા વિચારોના પ્રયોગોથી દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ લીડ લેનારૂં રાજ્ય બનાવવા સંકલ્પબદ્ધ છે. આ હેતુસર તેમણે સમગ્ર સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને અનેક પ્રોત્સાહનો આપ્યા છે. ઈનોવેટિવ પ્રક્રિયા માટે રો-મટિરિયલ-સંશાધનો વગેરે માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
એટલું જ નહિ, ઈન્કયુબેટર્સને પ૦ ટકા સુધીની મૂડીસહાય, વાર્ષિક પાંચ લાખ સુધીની માર્ગદર્શન સહાય તેમજ પાવર ટેરિફ અને ઇલેકટ્રીસિટી ડયૂટીમાં રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારના આ પ્રેરક અભિગમને પરિણામે સ્ટાર્અપ કલ્ચરને વેગ મળ્યો છે અને ઈન્ક્યુબેટર્સની સક્રિયતા, સ્થાનિક યુનિવર્સિટીઓ, ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ માટે તેમના વિચારોને સંશોધનોને વાસ્તવિક સ્વરૂપ આપવાની તક પણ વિકસી છે.
આજે દેશના 6 કરોડ ખેડૂતોને પીએમ મોદી આપશે નવા વર્ષની ખાસ ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઇઝરાયલના સહયોગ સાથે રાજ્યમાં આઇક્રિયેટની સ્થાપના દ્વારા યુવાઓને વૈશ્વિક વૈચારિક આદાન-પ્રદાન ટેકનોલોજી શેરિંગની તક પણ ઉપલબ્ધ બની છે. તેમજ આઇ-ક્રિયેટ દ્વારા પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ માટે સહાય ઉપલબ્ધ છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતની આ સંપૂર્ણ ઇકો સિસ્ટમની મહત્તા અને પોટેન્શિયલ જોતાં ભારત સહિતના બિમસ્ટેક દેશો બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળનું આગામી સ્ટાર્ટઅપ કન્વેન્શન પણ ગુજરાતમાં યોજવાનું આયોજન થઇ રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટાર્ટઅપ યુવાઓને પોતાના શોધ-સંશોધનો અને નવા આઇડીયાઝને સ્ટાર્ટઅપ મિશન તહેત અમલમાં મૂકી જોબ સિકરમાંથી જોબ ગીવર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે રાજ્ય સરકારના વિભાગોની ચેલેન્જિસના સોલ્યુશનમાં પણ સ્ટાર્ટઅપનો સહયોગ લેવાની નેમ રાખી છે. રાજ્યમાં 2016થી અત્યાર સુધીમાં રૂપિયા 140 કરોડની સહાયના સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. 4000 કરતાં વધુ લોકોને જુદા જુદા સ્ટાર્અપ ક્ષેત્રે રોજગાર અવસર મળ્યા છે. આમ, નાસ્કોમના અહેવાલ અનુસાર ગુજરાત 43 ટકા ફંડેડ સ્ટાર્ટઅપ સાથે દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....