દવાઓ બેઅસર, હવે ભગવાન જ સહારો! દુષ્કર્મ પીડિતાની પહેલી સર્જરી ફેલ, પેટના ટાંકા તૂટી ગયા!
Gujarat Bharuch Minor Girl Rape Case : ભરૂચ જીઆઈડીસીમાં 10 વર્ષની માસુમ પર દુષ્કર્મની ઘટના... પેટની સર્જરીમાં એક ટાંકો ખૂલી જતાં ઇન્ફેક્શન ફેલાતાં બીજી સર્જરી કરી, 10 સ્પેશિયલ ડોક્ટરનાં ઓબ્ઝર્વેશનમાં, છતાં માસુમની હાલત ગંભીર
Bharuch News : કોઈ દુશ્મન સાથે પણ ન કરે તેવા હાલ નરાધમે એક માસુમ બાળકીને પીંખતા સમયે કર્યાં છે. ભરૂચ જીઆઈડીસીમાં સગીરા સાથે હવસ સંતોષવા માટે એક નરાધમે જે કર્યું તેને તમે રાક્ષસી કૃત્ય જ કહી શકો. હોસ્પિટલમાં મરણ પથારીએ પડેલી 10 વર્ષની માસુમ બાળકીની હાલત જોઈને ભલભલાનું કાળજું કંપી જાય. કોઈ રાક્ષસ જ આવું કરી શકે. ભરૂચ જીઆઈડીસીમાં ઝારખંડના પરિવારની 10 વર્ષની માસુમ દીકરીને ઝારખંડના જ એક શખ્સ દ્વારા જે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું તે ખતરનાક છે. ભરૂચ રેપ કેસ ગુજરાતનો નિર્ભયાકાંડ બન્યો છે. હોસ્પિટલના બિછાને રહેલી 10 વર્ષની માસુમની સ્થિતિ હાલ ગંભીર છે. આ માસુમ અનેક યાતનાઓમાંથી પસાર થઈ રહી છે. તેની હાલત જોઈને તબીબોના હાથ પણ ઓપરેશન કરતા સમયે ધ્રુજી ગયા હતા. ત્યારે હવે એક નવી માહિતી સામે આવી છે કે, બાળખીના પેટની સર્જરીમાં એક ટાંકો ખૂલી જતાં ઇન્ફેક્શન ફેલાતાં બીજી સર્જરી કરવી પડી. હાલ તેને સાજી કરવામાં દવાઓ પણ બેસઅસર સાબિત થઈ રહી છે. હાલ બાળકી 10 સ્પેશિયલ ડોક્ટરનાં ઓબ્ઝર્વેશનમાં છે.
ભરુચના ઝઘડિયામાં સામે આવેલી જઘન્ય દૂષ્કર્મની ઘટનામાં બાળકીની હાલત અતિગંભીર છે, પેટમાં લીધેલા ટાંકામાંથી એક ટાંકો તુટતા તેને ફરી ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે અને તે હાલ 10 તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેની આ પીડાદાયક પરિસ્થિતીની કલ્પના કરતા પણ કાંપી જવાય છે. ત્યારે જે હેવાને આ ઘટનાને અંજામ આપ્યો તે આરોપીને સાથે રાખી પોલીસે આખી ઘટનાનું રિક્ન્કસ્ટ્ર્કશન કરવામાં આવ્યું.
કાયદાના દાયરાની સજાને તો લાયક પણ નથી. આ નરાધમ હેવાનો બનીને ખુલ્લેઆમ ફરી બાળકીઓને નિશાન બનાવે છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. બાળકીની હાલત બગડતા તેને વધુ સારવાર માટે બરોડા ખાતે ખસેડવામાં આવી જ્યાં તેની સારવાર 10 તબીબોની આખીયે ટીમ કરી રહી છે. ત્યાં બીજી તરફ દુષ્કર્મનો એ નરાધમ આરોપી જેની પોલીસે બરાબરની સરભરા કરી છે. આરોપી વિજય પાસવાનને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું, જ્યાં આરોપીએ આ દૂષ્કૃત્યને કઈરીતે અંજામ આપ્યો અને ક્યાં દિકરી સાથે તેણે હેવાનિયત આચરી તે બતાવવામાં આવ્યુ. તેની ચાલવાની રીત જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે પોલીસે કઈરીતે તેની સરભરા કરી હશે. તેણે એ તમામ જગ્યાઓ બતાવી જ્યાંથી તે માણસ મટીને હેવાન બની ગયો હતો...
- બાળકી સાથે આચરી ક્રુરતાની હદ
- ગુપ્તાંગમાં પહોંચાડી ઈજા
- ઘાયલ હાલતમાં છોડી ઝાડીઓમાં
- બાળકીની હાલત નાજુક
પેટની સર્જરીમાં એક ટાંકો ખૂલી જતાં ઇન્ફેક્શન ફેલાતાં બીજી સર્જરી કરી
ભગવાન ન કરે આવું કોઈની દીકરી સાથે થાય. 10 વર્ષની બાળકી માટે આ પીડા સહન કરવી પણ અસહ્ય છે. તેના પેટ, મોઢા અને પ્રાઈવેટ પાર્ટમાં અસંખ્ય ઈજાઓ પહોંચી છે. ભરૂચની હોસ્પિટલમાં કરેલી એક સર્જરી સક્સેસ ન જતા, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફરીથી સર્જરી કરવામાં આવી હતી. પરંતું હવે જ્યાં સર્જરી કરી હતી, ત્યાં ફરીથી સર્જરી કરવી પડી છે. સર્જરી કરનારા તબીબે જણાવ્યું કે, આવી સર્જરી અમારાં માટે રૂટિન છે, પરંતુ આ બાળકીના પેટની સર્જરીમાં એક ટાંકો ખૂલી જતાં અને અંદર ઇન્ફેક્શન થતાં આ સર્જરી ફરી કરવાની ફરજ પડી હતી.
માતાપિતાની ચૂપ રહેવાની સજા બાળકીએ ભોગવી
દુષ્કર્મની ઘટના બાદ આજે ચોથો દિવસ છે અને બાળકીની બે-બે સર્જરી થઈ હોવા છતાં પણ તેની સ્થિતિ નાજુક હોવાનું સામે આવી રહ્યું છે. પરંતું આ ઘટનાના સૌથી મોટા આરોપી દીકરીના માતાપિતા છે. બાળકી સાથે એક મહિના પહેલા જ આ નરાધમે દુષ્કર્મ આચર્યુ હતું, જેની જાણ બાળકીએ તેના માતાપિતાને કરી હતી. પરંતું માતાપિતાએ આબરુ જવાની બીકે કોઈ પગલા ન લીધા, આ કારણે હેવાનની હિંમત ખૂલી અને તેણે બીજીવાર આવું કૃત્ય કર્યું. જો માતાપિતા ચૂપ ન રહ્યા હોય તો બાળકી આજે તેમના આંગણે હસતી રમતી હોત.
ઝારખંડથી ટીમ પહોંચી
બાળકીનો પરિવાર મૂળ ઝારખંડનો હોઈ આ કેસમાં ઝારખંડ સરકાર પણ એક્ટિવ થઈ છે. ઝારખંડ સરકારના કોંગ્રેસના મંત્રી દીપિકા પંડે સહિત અન્ય મહિલા અધિકારી તાત્કાલિક અસરથી પરિવારની મદદ માટે પહોંચ્યા છે. સાથે જ ઝારખંડ સરકારે જરૂર પડે તો એરલિફ્ટ કરવાની પણ તૈયારી બતાવી છે.