ચેતન પટેલ/સુરત: ગુજરાતના CNG પંપ માલિકોની હડતાળને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે (06 ફેબ્રુઆરી 2023) દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ માલિકોની હડતાળ છે. કમિશન મુદ્દે ગુજરાત સરકાર સામે વિરોધમાં હળતાળ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Amul દહી બાદ હવે ઘી અને બટરના ભાવમાં વધારો કરાયો, જાણો લો નવી કિંમત


આવતી કાલે દક્ષિણ ગુજરાતના 400 જેટલા CNG પમ્પ 24 કલાક માટે બંધ રહેશે. કમિશન મુદ્દે સરકારને વારંવાર રજુઆત કરવા છતાં કમિશન નહિ વધારતા તેના વિરોધમાં બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.


8 દિવસ સસ્તા ટુર પેકેજમાં ફરો આખું ગુજરાત, કચ્છથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બધુ ફરો


ઉલ્લેખનીય છે કે, ફેડરેશન આગામી 30 જાન્યુયારીએ સરકાર અને ઓઈલ કંપનીમાં આ સમસ્યાના સમાધાન માટે રજૂઆત કરશે. જો આ મુદ્દે કોઈ સંતોષકારક જવાબ નહી મળે તો ફેડરેશન ગુજરાતના તમામ સીએનજી ડિલર્સની એક જનરલ મીટિંગ બોલાવશે અને સરકાર અને ઓઈલ કંપનીને સાત દિવસની નોટિસ આપીશે. તેમ છતાં જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ગુજરાતના તમામ સીએનજી સ્ટેશનો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે તેમ ફેડરેશન દ્વારા જણાવવમાં આવ્યું હતું.