ઝી બ્યૂરો, અમદાવાદઃ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જાણકારી આપતા જણાવ્યું હતુંકે, 10,000 કિમીનું અંતર કાપી 4 પક્ષી થોળ પહોંચ્યા છે. આ પક્ષીઓના શરીર પર એક વર્ષ પહેલાં GPS લગાવવામાં આવ્યું હતું. આવા જીપીએસ લગાવેલાં ચાર કુંજ પક્ષી થોળ તળાવ પર પહોંચ્યાં છે. કુંજ પક્ષીઓએ 1 કુંજ પક્ષીઓએ 1 વર્ષમાં 10,000 કિમીનું અંતર કાપ્યું છે. આ પક્ષીઓ દુનિયાભરના વિવિધ દેશો જેવા કે, કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, હિમાલય સર કરી ગુજરાતના અમદાવાદ નજીક આવેલાં થોળ અભિયારણમાં પહોંચ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતુંકે, ગત વર્ષે 4 આ કુંજ પક્ષીઓના શરીરે લગાવવામાં આવ્યા હતા GPS. GPSના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ખુલાસો કર્યો હતો.  મહત્વનું છે કે થોળ અભ્યારણ્યમાં દર વર્ષે અલગ અલગ પ્રજાતિના સેકડો વિદેશી પક્ષીઓ આવતાં હોય છે. આ સિવાય અંદાજે 30થી 40 હજાર પક્ષીઓ શિયાળામાં વસવાટ કરતાં હોય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને સંશોધન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગત વર્ષે કરવામાં આવેલાં પ્રયોગ અને સંશોધનની ઓળખ આ વર્ષે થઈ છે. જેમાં છેલ્લાં એક વર્ષમાં દુનિયાભરમાં ફરીને આ પક્ષીઓ અહીં પરત આવ્યાં છે. 


કયા-કયા પક્ષીઓ જોવા મળે છે?
પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે. નળ સરોવરમાં તમને ગુલાબી પેલિકન, મોટા ફ્લેમિંગો, ક્રેક્સ, બ્રાહ્મણ બતક, જાંબુડિયા મૌરહેન, હર્ન્સ, સફેદ સ્ટોર્ક, વિવિધ જાતના કડવા, ગ્રીબ જોવા મળશે.  આ અલગ અલગ અંદાજે 300થી વધુ પ્રજાતિના લાખો પક્ષીઓ અહીં શિયાળામાં જોવા મળે છે.