Loksabha Election 2024 Preparation : મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ભાજપે હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ બનાવી છે. લોકસભા જીતવા માટે ભાજપે મેગા પ્લાન બનાવ્યો છે. આ માટે ગુજરાતભરમાં 30 મેથી 30 જૂન સુધી ભાજપનું જનસંપર્ક અભિયાન ચાલશે. માત્ર ગુજરાત જ નહિ, રાજ્ય સહિત દેશભરમાં મેગા અભિયાન ચાલશે. એક મહિનાના અભિયાનમાં અનેક મોટી રેલીઓનું આયોજન કરાયુ છે. જેમાં ઘણી રેલીઓને પ્રધાનમંત્રી મોદી સંબોધિત પણ કરી શકે છે. કેન્દ્રીય મંત્રીઓને વિવિધ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અમદાવાદ આવશે. તો ગુજરાતમાં પ્રદેશ હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે 26 મે 2014 ના રોજ પ્રથમ વખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર બનાવી હતી. ત્યારે આ સમય દરમિયાન તેમની સરકારે કરેલી કામગીરીને લઇ લોકો સુધી જનસંપર્ક કરવામાં આવશે. જેમાં સાંસદોને પણ લોકો સુધી પહોંચી પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી સાથે જનસંપર્ક સ્થાપવા સૂચના અપાઈ છે. સાંસદોએ પોતાના વિસ્તારના શિક્ષક, વકીલ, તબીબો, ખેલાડીઓ, કલાકારો, વેપારીઓ સાથે સંપર્ક કરવા સૂચના અપાઈ છે. 


ગુજરાતમાં હજી બે દિવસ વરસાદી તાંડવ : આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી


કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા ભાજપનો જનસંપર્ક અભિયાનને લઇ મેગા પ્લાન બનાવ્યો છે. તે માટે 30 મે થી 30 જૂન સુધી ચાલનારા આ અભિયાનને લઇ આજે ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અમદાવાદમાં આવનારા છે. અનુરાગ ઠાકુર સહીત કેન્દ્રીય મંત્રીઓને જુદા જુદા રાજ્યોની જવાબદારી સોંપાઈ છે. એક મહિના ચાલનારા આ અભિયાનમાં દેશભરમાં મોટી રેલીઓનું પણ આયોજન થશે, જેમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રેલીને સંબોધિત કરી શકે છે.


લવિનાના તો અંતિમ સંસ્કાર થઈ ગયા, પછી સિદ્ધપુરની પાઈપલાઈનમાંથી કોના માનવ અંગો મળ્યા?


26 મે 2014 ના રોજ પ્રથમ વખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર બનાવી હતી. આ સમય દરમિયાન તેમની સરકારે કરેલી કામગીરીને લઇ લોકો સુધી જનસંપર્ક કરવામાં આવશે. ગુજરાતમાં પણ પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોને લોકસભાની ચૂંટણી માટે મહત્વની જવાબદારીઓ સોંપાઈ શકે છે. 


લોકસભાની ચૂંટણી હોઈ સાંસદોનું એક્ટિવ થવુ જરૂરી છે, તેથી સાંસદોને પણ લોકો સુધી પહોંચી પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી સાથે જનસંપર્ક સ્થાપવા સૂચના આપી દેવાઈ છે. સાંસદોએ પોતાના વિસ્તારના શિક્ષકો, વકીલો,  તબીબો, સ્ટાર ખેલાડીઓ, કલાકારો,  વેપારીઓ સાથે સંપર્ક કરવા સૂચના આપી દેવાઈ છે. દેશભરમાંથી લોકસભાની 160 જેટલી સીટ ઉપર ભાજપ પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્નશીલ કરી રહ્યું છે, જેથી ફરીથી ભાજપની સરકાર બને. બીજી તરફ જે સીટ ઉપર ભાજપની જીત નક્કી લાગતી હોય ત્યાં લીડ સાથે જીતવાનો ઉદેશ્ય છે. 


વાવાઝોડા સાથે આવેલા વરસાદે ગુજરાતમાં વિનાશ નોતર્યો, 55 તાલુકામાં વરસાદ વરસ્યો