Gujarat BJP Politics : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 7મી મેના રોજ મતદાન અને 4 જૂને રિઝલ્ટ આવી જશે. ગુજરાતમાં ભાજપ હેટ્રીક ફટકારવાના મૂડમાં છે તો આપ અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપને રોકવા માગે છે. અમે અહીં તમને ભાજપના સાંસદોનું રિપોર્ટકાર્ડ આપી રહ્યાં છે. આમાંથી કેટલાક સાંસદો ફરી રિપીટ થયા છે. આ રિપોર્ટ કાર્ડ દેખાડી રહ્યું છે કે ટિકિટ લેવી હોય તો તમારે શું કરવું જોઈએ. ભાજપે સાંસદમાં સૌથી વધુ હાજરી આપનાર સાંસદનું પત્તું જ કાપી દીધું છે.  26માંથી 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે, હવે ફક્ત 4 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. 17મી લોકસભામાં એટલે 2019થી 10 ફેબ્રુઆરી 2024માં ગુજરાતના 26 સાંસદોની સંસદમાં સરેરાશ 79 ટકા હાજરી નોંધાઈ હતી અને તેમના દ્વારા સરેરાશ 206 સવાલ પૂછવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી કુલ પાંચ સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા. આમ આ સાંસદોએ એક્ટિવ થઈને સરકારને સવાલો કર્યા હતા. જોકે, તેમની એક્ટિવનેસ ફળી નથી હા કોઈક સાંસદ અપવાદ રહ્યાં હોઈ શકે છે . જેઓને ફરી રીપિટનો લાભ થયો છે પણ આ માત્ર અપવાદરૂપ જ ગણાય.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રતનસિંહ સૌથી વધારે હાજર પણ કપાઈ ગયા...
2019માં ચૂંટાયેલા સાંસદોની 17મી લોકસભામાં સરેરાશ હાજરી 87 ટકા હતી. જેની સરખામણીએ ગુજરાતના સાંસદોની હાજરી 79 ટકા રહી હતી. આમ ગુજરાતના સાંસદો સંસદથી સરેરાશની તુલનામાં દૂર રહ્યાં હતા. આમ ગુજરાતે ચૂંટેલા પ્રતિનિધિઓએ સંસદમાં તમારા પ્રશ્નો ઉઠાવવાની તક ગુમાવી હતી. ગુજરાતમાંથી સૌથી વધુ હાજરી પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની 96 ટકા રહી હતી. જોકે, ભાજપે સંસદમાં સૌથી વધુ હાજરી રહેનારા આ સાંસદને ઘરભેગા કરી દીધા છે. રતનસિંહ 4 લાખની વોટથી જીત્યા હોવા છતાં ભાજપે અહીં તેમની પર ભરોસો મૂક્યો નથી. ભાજપના સાંસદો દેશની સરેરાશ તુલનામાં પણ પાછળ રહ્યાં છે. 


ચૂંટણી પંચનું મોટું એક્શન : ગુજરાતમાં ફરી એકવાર બદલીના આદેશ આપ્યા, 2 SP ઝપટે ચડ્યા


સંસદમાં હાજર રહેનારા કપાયા


ગુજરાતના અન્ય સાંસદો કે જેમની હાજરી 90 ટકાથી વધુ હતી એમાં છોટા ઉદેપુરનાં ગીતાબેન રાઠવા, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપુરા, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ અને  બનાસકાંઠાના પરબત પટેલનો સમાવેશ થાય છે. આ સાંસદો મોટાભાગના સત્રમાં હાજર રહ્યાં છે. આ સિવાય આણંદના મિતેષ પટેલ, અમદાવાદ પશ્ચિમના કિરિટ સોલંકીનો સમાવેશ થાય છે. જોકે, ભાજપે સંસદમાં સૌથી વધારે હાજર રહેનારા તમામ સાંસદોના પત્તાં કાપી દીધા છે. આ સાંસદોને સંસદમાં હાજર રહેવાનું ઈનામ મળ્યું હોવાનો ઘાટ ઘડાયો છે. જે લોકોએ એક્ટિવ થઈને કામગીરી કરી એમને ભાજપે બિન એક્ટિવ કેટેગરીમાં મૂકી દીધા છે. 


મોદીના મંત્રી રૂપાલાને આવશે ટેન્શન, ક્યાંક ભારે ન પડે આ લેઉવા પાટીદાર


પાંચ સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલ પૂછવામાં આવ્યા
ગુજરાતના સાંસદોની સરેરાશ દેશના અન્ય સાંસદોની સરેરાશ કરતાં ઓછી જોવા મળી છે. ગુજરાતના સાંસદોએ સરેરાશ 206 સવાલ પૂછ્યા હતા જ્યારે આ મામલે દેશની એવરેજ 210 હતી. અમરેલીના નારણ કાછડિયા દ્વારા સૌથી વધુ 471 સવાલ પૂછવામાં આવ્યા હતા જે સૌથી વધારે એક્ટિવ રહ્યાં હતા. જોકે, ભાજપ એમને ફરી રીપિટ કરે તેવી સંભાવના નથી. અમરેલીનો ઉમેદવાર જાહેર થયો નથી. ભાજપ અહીં મડાગાંઠ ઉકેલી રહી છે. સંસદમાં વલસાડના કે.સી. પટેલે સંસદમાં એકપણ સવાલ પૂછવાની તસ્દી લીધી નહોતી. ગુજરાતમાંથી કુલ પાંચ સાંસદો દ્વારા જ 300થી વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા.  


પગપાળા દ્વારકા જઈ રહેલા 40 પદયાત્રીઓને થયું ફૂડ પોઈઝનિંગ, મંદિરમાં નાસ્તો કર્યો હતો


સંસદના સત્રમાં ડિબેટ્સમાં ભાગ લેવામાં પણ ગુજરાતના મોટાભાગના સાંસદો નીરસ રહ્યા હતા. ડિબેટ્સમાં ભાગ લેવા માટે ગુજરાતના સાંસદની સરેરાશ 29.9 ટકા જ્યારે આ મામલે નેશનલ એવરેજ 46.7 ટકા હતી. પ્રાઈવેટ મેમ્બર્સ બીલમાં ગુજરાતના સાંસદોની સરેરાશ 0.8 ટકા હતી. આમ ગુજરાતના સાંસદો એક્ટિવ નથી અને ગુજરાતના મામલાઓ સંસદમાં ઉઠી રહ્યા ન હોવાનું ચિત્ર બહાર આવી રહ્યું છે.  સંસદમાં સૌથી ઓછી હાજરી વિનોદ ચાવડાની 73 ટકા અને રમેશ ધડૂકની 76 ટકા રહી છે. સંસદમાં એક્ટિવ થઈને પ્રશ્નો પૂછનાર સાંસદોની વિગતો જોઈએ તો મોહન કુંડારિયાએ 380 પ્રશ્નો પૂછ્યા છે. ભારતીબેન શિયાળે 339, રાજેશ ચુડાસ્માએ 364, પરબત પટેલે 360 પ્રશ્નો પૂછ્યા છે. 


ઓછા એક્ટિવને રિપિટ કરાયા
સંસદમાં એક્ટિવ થઈને અવાજ ઉઠાવવામાં નબળા સાબિત થનારને પણ ભાજપે રિપિટ કર્યા છે. પરભુ વસાવાએ સંસદમાં માત્ર 99 પ્રશ્નો પૂછ્યા હતા. મનસુખ વસાવાએ પણ 128 પ્રશ્નો, ભરતસિંહ ડાભીએ માત્ર 06 પ્રશ્નો, વિનોદ ચાવડાએ 103 અને દેવુંસિંહ ચૌહાણે 88 પ્રશ્નો પૂછ્યા છે. સંસદમાં સીઆર પાટીલે પણ 124 પ્રશ્નો ઉઠાવ્યા હતા. આમ જે સાંસદો પ્રશ્નો ઉઠાવવામાં પાછળ રહ્યાં હતા. તેઓને ફાયદો થયો છે. આ બતાવે છે કે ભાજપમાં સંસદમાં ઓછી હાજરી અને ઓછા એક્ટિવ હશો તો ચાલશે પણ વધુ એક્ટિવ થવું નુક્સાનકારક છે.


મજબૂરીએ લીધો બે સગા ભાઈઓનો જીવ : પરિવારે બે દીકરા એકસાથે ગુમાવ્યા