ભાજપનો મોટો નિર્ણય : ધારાસભ્યોને નહિ લડાવાય લોકસભા, તો કયા સમાજના નેતાને મળશે ટિકિટ એ થઈ ગયુ નક્કી
Gujarat Politics : આજે 6:30 કલાકે બીજેપી મુખ્યાલય પર મહત્વની બેઠક... PM મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક.... આવતીકાલે 120-125 ઉમેદવારોની પ્રથમ યાદી થઈ શકે જાહેર
Loksabha Elections 2024 : આજે સાંજે 6.30 કલાકે દિલ્હી બીજેપી મુખ્યાલય પર મહત્વની બેઠક મળવાની છે. બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા ની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજરી આપશે. ગુજરાત ભાજપની દિલ્હીમાં યોજાયેલ કોર ગ્રુપની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે, એક પણ ધારાસભ્યોને લોકસભા ચૂંટણી નહિ લડાવવામાં આવે. કેટલીક બેઠકો પર નવા નામો સાથે આજે ફરીથી બેઠક યોજાવાની છે. ત્યારે આ બાદ આવતીકાલે 1 માર્ચના રોજ બીજેપી પોતાની 120-125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પીએમ મોદી વારાણસી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની સાથે અન્ય બેઠકોની જાહેરાત કરવામાં આવી શકે છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર જાતિગત સમીકરણ
- પોરબંદર, અમરેલી - લેઉવા પટેલ
- રાજકોટ, મેહસાણા - કડવા પટેલ
- સુરેન્દ્રનગર - કોળી, ઠાકોર
- ભાવનગર, જૂનાગઢ - કોળી
- જામનગર - આહીર
- કચ્છ - દલિત (અનામત)
- પાટણ - ઠાકોર
- સાબરકાંઠા - ઠાકોર, ઓબીસી
- બનાસકાંઠા - ચૌધરી
- ખેડા - ઓબીસી, ક્ષત્રિય
- આણંદ - પટેલ
- વડોદરા - સવર્ણ,બ્રાહ્મણ
- છોટા ઉદેપુર, બારડોલી - એસટી (અનામત)
- પંચમહાલ - જનરલ
- દાહોદ, ભરૂચ, વલસાડ - આદિવાસી
- સુરત - મૂળ સુરતી
- અમદાવાદ પશ્ચિમ - એસસી (અનામત)
- અમદાવાદ પૂર્વ - સવર્ણ
- ગાંધીનગર - અમિત શાહ
- નવસારી - સી આર પાટીલ
- ગાંધીનગર - અમિત શાહ
- નવસારી - સી આર પાટીલ
હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મહામંત્રી રત્નાકર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીના પ્રવાસે છે. ગઈકાલથી ગુજરાતના ઉમેદવારોને લઈને હાલ દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. ગુજરાતમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થયા બાદ હવે દિલ્હીમાં નામો પર ચર્ચાવિચારણા થઈ રહી છે. ત્યારે હવે કોને કોને ચાન્સ આપવામાં આવે તે તો સમય આવ્યે ખબર પડશે. પરંતું હાલ કોનું કોનું પલડુ ભારે છે તે જોવાની વાત છે.
તો આ સાજે કયા કયા નામો પર ચર્ચા કરવામાં આવી શકે છે અને સેન્સ લેવાની કામગીરીમાં કયા કયા નામો સૂચવાયા છે તેના પર પણ એક નજર કરીએ.
અમદાવાદ પૂર્વ - વર્તમાન સાંસદ હસમુખ પટેલ સાથે નવા નામો લાવવા સૂચના
અમદાવાદ પશ્ચિમ - કિરીટ સોલંકી વર્તમાન સાંસદ સાથે નવા નામ લાવવા સૂચના
રાજકોટ - મોહન કુંડારિયા (વર્તમાન સાંસદ), પરષોત્તમ રૂપાલા (કેન્દ્રીય મંત્રી), ભરત બોઘરા (પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ)
ભાવનગર - વર્તમાન સાંસદ સાથે નવા નામો લાવવા સૂચના
સુરત - દર્શના જરદોશ (વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી), મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રી)
મહેસાણા - નવા નામો સાથે લાવવા સૂચના
દાહોદ - જસવંત ભાભોર સાથે નવા નામો લાવવા સૂચના
બનાસકાંઠા - વર્તમાન સાંસદ પરબત પટેલ સાથે નવા નામો લાવવા સૂચના
ભરૂચ - ઈન્ડિયા અલાયન્સને મોટી લીડથી હરાવે તેવા નામ સાથે લાવવા સૂચના
બારડોલી - પ્રભુ વસાવા (વર્તમાન સાંસદ), હર્ષદ ચૌધરી અને અર્જુન ચૌધરી
જૂનાગઢ - રાજેશ ચુડાસમા વર્તમાન સાંસદ સાથે નવા નામ પર ચર્ચા
સુરેન્દ્રનગર - મહેન્દ્ર મુંજપરા, વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી
અમરેલી - મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રી), પરષોત્તમ રૂપાલા (કેન્દ્રીય મંત્રી), નારણ કાછડીયા (વર્તમાન સાંસદ)
આણંદ - મિતેષ પટેલ (વર્તમાન સાંસદ) અને જગત પટેલ
કચ્છ - વિનોદ ચાવડા (વર્તમાન સાંસદ), નરેશ મહેશ્વરી
ખેડા - દેવુસિંહ ચૌહાણ (વર્તમાન સાંસદ કેન્દ્રીય રાજ્ય મંત્રી) અને અર્જુનસિંહ ચૌહાણ
છોટા ઉદેપુર - ગીતા રાઠવા, ઉપેન્દ્ર રાઠવા
જામનગર - પૂનમ માડમ વર્તમાન સાંસદ સાથે નવા નામો પર ચર્ચા
પંચમહાલ - રતનસિંહ રાઠોડ વર્તમાન સાંસદ સાથે નવા નામો પર ચર્ચા
પાટણ - ભરતસિંહ ડાભી વર્તમાન સાંસદ સાથે નવા નામો પર ચર્ચા
પોરબંદર - મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રી) અને રમેશ ધડુક (વર્તમાન સાંસદ)
વડોદરા - રંજન ભટ્ટ (વર્તમાન સાંસદ) અને દીપિકા ચિખલિયા (અભિનેત્રી અને પૂર્વ સાંસદ)
સાબરકાંઠા - વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ સાથે નવા નામ પર ચર્ચા