ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યા
Gujarat Politics : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળમાં પહેલીવાર રવિવારની રજામાં બોલાવી કેબિનેટની બેઠક,,, કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી સ્વીકારી શકે છે સરકાર
Gujarat Government : ઓચિંતાની કેબિનેટ બેઠક રવિવારે સાંજે બોલાવાતા રાજકીય વિશ્લેષકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં તો મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર અફવાઓએ જોર પકડ્યું છે. કમલમમાં ભાજપના તમામ ધારાસભ્યોને એકાએક તેડું આવતા હવે ચર્ચા વાયુવેગે ફેલાઈ રહી છે કે, હવે શું થશે.
તમામ ધારાસભ્યોને કમલમ બોલાવાયા
ગાંધીનગર પ્રદેશ ભાજપ દ્વારા ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને કમલમ બોલાવાયા છે. જેવો ભૂતકાળમાં પણ ભાજપના સિમ્બોલ ઉપર ધારાસભ્ય તરીકે રહ્યા છે અને અત્યારના અને પૂર્વ ધારાસભ્ય છે તેઓને પણ કમલમ બોલાવાયા છે. ભાજપમાં પ્રથમ વખત આ પ્રકારે પૂર્વ ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે. કમલમ ઉપર સ્નેહમિલન જેવા કાર્યક્રમનું આયોજન કરાયું છે. જોકે ભાજપ પોતે ગુજરાતમાં તેની સ્થિતિની સમીક્ષા પણ કરી શકે છે. મંગળવારે 8 ઓક્ટોબરના રોજ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દિવસે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા તે દિવસે તમામ ધારાસભ્યોને બોલાવાયા છે.
ગુજરાતમાં નવી ચર્ચાએ જોર પકડ્યું, 3 નવા જિલ્લા બનાવવામાં કયા વિસ્તારને લાગશે લોટરી
પહેલીવાર રવિવારે કેબિનેટ બોલાવી
રવિવારે કેબિનેટની બેઠક બોલાવાતા રાજકીય ગલિયારામાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. શું ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે! કેબિનેટની બેઠકમાં શું શું નિર્ણયો લેવાઈ શકે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. શું રવિવારે કોઇ મોટી જાહેરાત થશે તેને લઇને અનેક વાતો થઈ રહી છે. પરંતુ આ વાતો બધી પાયોવિહોણી છે. તમને જણાવી દઈએ કે રવિવારે બોલાવેલી કેબિનેટની બેઠક માટે સરકારે સચિવોને પણ હાલ કોઇ અજેન્ડા આપ્યો નથી. કેબિનેટ મંત્રીઓને પણ માત્ર રવિવારે હાજર રહેવા સુચના અપાઇ છે. સાથે જ કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગણીનો પણ સરકાર સ્વીકાર કરી શકે છે.
ગજબનો કિસ્સો! આંખમાં આસું લઈને પોલીસ સ્ટેશન ગયેલા યુવકને મળી ગયું ખોવાયેલું બાઈક