બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન પ્લાન ઘડી રહ્યા છે. ગુજરાતમાં પોતાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભાજપ 12 ઓક્ટોબરથી 'ગૌરવ યાત્રા'નો પ્રારંભ કરાવશે. ઉત્તર ગુજરાતની યાત્રામાં નિતીન પટેલ અને હાર્દિક પટેલ જોડાવવાના હતા. પરંતુ આવતીકાલથી શરૂ થઈ રહેલી ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રા પહેલાં ભાજપે મોટા ફેરફાર કર્યા છે. ભાજપની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, ભાજપની ગૌરવ યાત્રાની શરૂઆતમાં હાર્દિક પટેલ નહીં જોડાઈ શકે, કારણ કે મહેસાણા જિલ્લામાં હાર્દિક પટેલની પ્રવેશબંધી હોવાથી શરૂઆતમાં નહીં જોડાઈ શકે. પાટીદાર અનામત આંદોલન દરમિયાનના એક કેસમાં હાર્દિક પર મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાથી યાત્રામાં હાજર નહીં રહી શકે. અમદાવાદ જિલ્લામાં યાત્રા પ્રવેશ્યા બાદ હાર્દિક પટેલ જોડાશે. વિરમગામ અને હાંસલપૂરમાં હાર્દિક પટેલ જોડાશે.



બીજી યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કરાવશે પ્રસ્થાન
આવતીકાલ (12 ઓક્ટોબર)થી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર પ્રસાર શરૂ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બંને ગૌરવ યાત્રાની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ પણ સાથે રહેશે. ગૌરવ યાત્રામાં ભાજપે અનેક દિગ્ગજોને જોડયા છે. જેમાં ઉત્તર ગુજરાતની યાત્રામાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ જોડાશે. જ્યારે સૌરાષ્ટ્ર યાત્રામાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાશે.


સમગ્ર યાત્રા દરમિયાન કેન્દ્રિય મંત્રીઓ અલગ અલગ દિવસે આવશે. જેમાં ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, રાવ સાહેબ દાનવે, અનુરાગ ઠાકુર, હરદીપસિંહ પૂરી, ગજેંદ્ર સિંહ શેખાવત પણ ગૌરવ યાત્રાનો ભાગ બની જોડાશે. ગુજરાતના 5 કેન્દ્રિય મંત્રીઓ પણ જોડાશે. 


નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ, નંદાજી ઠાકોરનો સમાવેશ
ઉત્તર ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી યોજાશે. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે. નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.


જુઓ આ પણ વીડિયો:-