Vadodara News : પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આજે વડોદરાની મુલાકાતે હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના તમામ એપિસોડના પ્રદર્શનનું સાંસદ રંજન ભટ્ટે આયોજન કર્યુ હતું. ત્યારે આ પ્રદર્શનમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યુ હતું. વડોદરામાં સી.આર. પાટીલે વયોવૃદ્ધ કાર્યકરને વંદન કર્યા હતા. ભાજપના વરિષ્ઠ કાર્યકર એન વી પટેલને સીઆર પાટીલ પગે લાગ્યા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં PM મોદીના મન કી બાત કાર્યક્રમની પ્રદર્શનીનું આયોજન કરાયું છે. દેશમાં પ્રથમવાર 99 એપિસોડનું પ્રદર્શન યોજાયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેનું ઉદ્ઘાટન કર્યુ હતું. સાંસદ રંજનબેન ભટ્ટ અને તેમની ટીમે સમગ્ર પ્રદર્શનનું આયોજન કર્યુ હતું. જેમાં મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રદર્શનીમાં PMના કાર્યક્રમના અંશોની માહિતી પણ અપાઈ છે. ત્યારે આ પ્રદર્શનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના સંસ્કાર સામે આવ્યા હતા. વડોદરામાં સી આર પાટીલ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા એનવી પટેલને પગે લાગ્યા હતા. કાર્યક્રમમાં આવતાની સાથે જ સીઆર પાટીલ એનવી પટેલને પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એન વી પટેલ વુડાના પૂર્વ ચેરમેન, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર રહી ચૂક્યા છે. વરિષ્ઠ કાર્યકર્તાને પગે લાગતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે. 


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને લાગે છે પોતાની હત્યાનો ડર, આપ્યું મોટું નિવેદન



આ પ્રદર્શન વિશે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમની બે દિવસીય પ્રદર્શનીનું આયોજિત કરાયું છે. દેશમાં પહેલીવાર વડોદરામાં મન કી બાતના 99 એપિસોડની પ્રદર્શની યોજાઈ છે. મન કી બાતના પીએમ મોદીના 100માં એપિસોડની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શની યોજાઈ છે. સમા વિસ્તારમાં આવેલ ઊર્મિ સ્કૂલમાં આયોજિત પ્રદર્શનીનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલએ ઉદઘાટન કર્યું હતુ. આ પ્રદર્શની તૈયાર કરવા માટે સાંસદ અને તેમની ટીમ 10 દિવસથી મહેનત કરી રહ્યા હતા. પ્રદર્શનીમાં પીએમ મોદીના મન કી બાતના 99 એપિસોડના મહત્ત્વના અંશોના ફોટોગ્રાફ સાથેની માહિતી મૂકવામાં આવી છે. 


માઈભક્તો ખાસ વાંચે, અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર