બ્રિજેશ દોશી/ગાંધીનગર :પેટાચૂંટણીઓના ઉમેદવારો નક્કી કરવા માટે સોમવારે સાંજે પ્રદેશ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ડાંગ, ગઢડા અને લીંબડી બેઠકના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં આ ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામ સાથે સ્થાનિક સમીકરણો અંગે ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપે પોતાના ઉમેદવારોના નામ પર મહોર મારી દીધી છે. હવે ઔપચારિક રીતે તમામ નામો દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હી દરબારમાં ચર્ચા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરાશે. 


આ પણ વાંચો : ‘Hi’ લખવાથી ગુજરાત સરકારની તમામ યોજનાની માહિતી આવી જશે તમારા વોટ્સએપ પર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 બેઠકો પર ઉમેદવારના નામ ફાઈનલ


  • 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો નિશ્ચિત છે. જેમાં મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, કપરાડા બેઠખ પર જિતુ ચૌધરી, અબડાસા બેઠક પર પ્રધ્યુમનસિંહ જાડેજા, ધારી બેઠક પર જેવી કાકડિયા અને કરજણ બેઠક પર અક્ષય પટેલ. 

  • ડાંગ બેઠક પર 4 દાવેદારો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય વિજય પટેલ, બાબુભાઈ ચોર્યા, દશરથ પોવાર અને રાજેશ ગામીતના નામ પર ચર્ચા થઈ છે. 

  • ગઢડા બેઠક પર વિવાદોની વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં સ્થાનિક આગેવાનોએ તેમનો વિરોધ કર્યો હતો. પરંતુ તેમનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે. 

  • બીજી તરફ લીંબડી બેઠક માટે પણ કોળી સમાજને ટિકિટ આપવાની માગ થઈ હતી, પરંતુ પૂર્વ ધારાસભ્ય કિરિટસિંહ રાણાનું નામ આ બેઠક પર અગ્રેસર છે. તેમને ભાજપ ફરીવાર ટિકિટ આપે તેવું મનાઈ રહ્યું છે. 


આ પણ વાંચો : લાશની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો સુરત પોલીસનો પ્રયાસ સફળ થયો, ઉકેલાઈ મર્ડર મિસ્ટ્રી


કોંગ્રેસ છોડીને આવેલા તમામ 5 પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. જો કોઈ અસામાન્ય સંજોગો ઉભા થશે તો જ આમાંથી કોઈની ટીકિટ કપાઈ શકે છે. અન્યથા આ તમામ 5 પૂર્વ ધારાસભ્યોને ભાજપ લડાવશે તે નિશ્ચિત છે. 


શું ભાજપ પક્ષપલટુ ધારાસભ્યોને આપેલું કમિટમેન્ટ પાળશે?
કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ ધારાસભ્યોને અપાયેલું કમિટમેન્ટ પાર્ટી પાળે તેવી પૂરી શક્યતાઓ છે. જો કે ભાજપે ખાનગી એજન્સી પાસે કરાવેલ સરવેમાં તમામ બેઠકો પર નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. પૂર્વ ધારાસભ્યો જે બેઠકો પરથી લડવાના છે તે બેઠકો પર ઉમેદવારો બદલવા પણ સૂચન હતું, પણ હાલ પૂરતું પક્ષે કમિટમેન્ટને વધુ મહત્વ આપ્યું છે અને કાર્યકરોને બેઠકો જીતાડવા કામે લગાડ્યા છે. દિલ્હી દરબારમાં ચર્ચા બાદ આ અંગે સત્તાવાર જાહેરાત થશે. આગામી દિવસોમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલની દિલ્હી મુલાકાત પણ થશે, જેમાં આ અંગે અંતિમ વિચારણા થશે. પ્રદેશ ભાજપે પોતાની કામગીરી પૂર્ણ કરી દીધી છે.


આ પણ વાંચો : રાજ કપૂરના દીકરા રાખશે પિતાની લાજ, આરકે સ્ટુડિયો વિશે આવ્યા મોટા સમાચાર