ગુજરાત ભાજપે લોકસભા 2024 માટે શરૂ કરી તૈયારીઓ! સી.આર. પાટીલની મહત્વપૂર્ણ જાહેરાત
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સીઆર પાટિલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકાશે. જેની શરૂઆત આજથી થઈ ચૂકી છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024 અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપ એકવાર ફરીથી કાર્યકરોમાં જીત માટે જોશ ભરી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી છે અને તેના માટે નવસારીમાં અશોક ધોરાજિયાને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
અંબાલાલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, મહાશિવરાત્રી બાદ આ વિસ્તારોનું આવી બનશે!
આ વિશે મળતી માહિતી પ્રમાણે, લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સીઆર પાટિલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકાશે. જેની શરૂઆત આજથી થઈ ચૂકી છે. નવસારીમાં પ્રથમ જાહેરાત કરવામાં આવી છે. નવસારી લોકસભા બેઠક પર અશોક ધોરાજિયાને લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટમાં નિર્માણાધીન AIMSની મુલાકાતે મનસુખ માંડવીયા, જાણો PM ક્યારે કરશે લોકાર્પણ?
પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ બુથ લેવલો ઉપર 50 ટકાથી ઓછા થયેલા મતદાનનું હાલ પોસ્ટમોટર્મ કરવામાં આવી રહ્યું છે. આ આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ BJP નું કાર્યકર્તાના 4 મુદાને લઈ કામગીરીના ભાગરૂપે કવાયત થઈ રહી છે. ભાજપે કાર્યકર્તાની સક્રિયતાને તપાસવાની કામગીરી આખા રાજ્યભરમાં ચાલે છે. 2024 ની ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે 50 % થી ઓછા મતદાન ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં જે બુથો ઉપર 50 ટકાથી ઓછું મતદાન થયું ત્યાં કાર્યકર્તાની સક્રિયતાની તપાસ કરવામાં આવી રહી છે.
કોની બનશે સરકાર?
સર્વેમાં સવાલ પૂછાયો કે જો હાલ ચૂંટણી થાય તો કોની સરકાર બનશે તો લોકએ એનડીએના પક્ષમાં બહુમત આપ્યો. ભાજપના નેતૃત્વવાળા એનડીએને 298 સીટ મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. યુપીએને 153 બેઠકો મળતી જોવા મળે છે.