હું ભાજપમાં જોડાયો ત્યારે કાગારોળ કરનારા હવે ચૂપ, અલ્પેશ ઠાકોરે કોને લીધા આડે હાથ
MLA Alpesh Thakor : અલ્પેશ ઠાકોરે ખેરાલુમાં એક કાર્યક્રમમાં નેતા બળદેવજી ઠાકોર પર શાબ્દિક પ્રહાર કર્યાં... કલોલની જવાબદારી અમિત શાહે અલ્પેશ ઠાકોરને આપી હોવાથી એ સમયે પણ તેમની વચ્ચે કડવાશ વધી હતી
Loksabha Elections 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજકારણમાં કોઈ કોઈના કાયમી દુશ્મન હોતા નથી. આજે એકબીજાને ભાંડનારા કાલે એક સાથે બેસીને ચા પીતા જોવા મળે છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં રવિવારના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હું ભાજપમાં જોડાયો ત્યારે કેટલાક આપણા લોકોએ બહુ કાગારોળ કરી, અને હમણાં તો દરરોજ જોડાય છે, એ બોલતા પણ નથી, અને બોલતા હતા એમાંથી અડધા તો આવી છે. વગેરે કહીં ગોઝારિયાનો ઉલ્લેખ કરી બળદેવજી ઠાકોર પર નિશાન તાક્યું હતું.
તમારા પોતાના તો ઠેકાણા છે નહીં અને બીજાની શું વાત કરો છો?
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, એક બાજુ ૨ણ અને રણના એવા કીડા મકોડા થઈને ફરે છે. હમણાં કોઈક આગેવાન આવેલા ગોઝારિયા બાજુ ક્યાંક, એવું કહેતા હતા કે, કે આ આપણા સમાજના ભાજપના ધારાસભ્યો રહ્યા એ તો બોલી પણ નથી શકતા એમને ચિઠ્ઠી આપવી પડે છે. તમારા કાગા ભેગા થતા નથી અને જેમના કાગા ભેગા થયેલા છે એમના પર ક્યાં આવે છે. વાત કરો છો, તમારા પોતાના તો ઠેકાણા છે નહીં અને બીજાની શું વાત કરો છો? લોકસભા ચૂંટણી પૂર્વે કરાયેલા આ નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે. બળદેવજી ઠાકોર કલોલ સીટ પરથી આ વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા. કલોલની જવાબદારી અમિત શાહે અલ્પેશ ઠાકોરને આપી હોવાથી એ સમયે પણ તેમની વચ્ચે કડવાશ વધી હતી. બળદેવજી ઠાકોર કડી સીટ પરથી ચૂંટણી લડતા હતા પણ એ અનામત બનતાં તેઓ કલોલથી લડી રહ્યાં છે. બળદેવજી ઠાકોર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતા છે જેઓ હાર બાદ હવે ચૂપ થઈ ગયા છે.
વિધાનસભામાં ફરી મુદ્દો ઉછળ્યો : ગુજરાતમાં હાર્ટ એટેક વધવાનું કારણ વેક્સીન કે દવા છે?
ભાજપમાં ચૂપ રહીને જ મજા છે
આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે સમાજને ખૂબ આગળ લઈ જવાની અને ગાંધીનગરમાં સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત કરીને કહ્યું કે, જે સંસ્થામાં છું, જે પાર્ટીમાં છું એની શિસ્તમાં રહીને કામ કરું છું એટલે સંયમ રાખું છું. ગુજરાતમાં આ સમાજને એટલું વધારે આપીને જઈશ. આ સમાજને ક્યારેય તકલીક નહીં પડે. અલ્પેશ ઠાકોર હાલમાં ગાંધીનગર વિધાનસભા પરથી ધારાસભ્ય છે એટલે ગાંધીનગરના વિકાસની વાતો કરે છે. અલ્પેશ ઠાકોરે ચૂંટણી સમયે મંત્રી બનવા માટે ધમપછાડા કર્યા હતા પણ હવે તેઓ સમજી ગયા છે કે ભાજપમાં ચૂપ રહીને જ મજા છે. એટલે તેઓ ચૂપચાપ પોતાના કામ કરી રહ્યાં છે.
ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને લઈ અમદાવાદ પહોંચ્યુ ગુજરાત ATS, જુનાગઢ કોર્ટમાં રજૂ કરાશે
કોંગ્રેસે કરેલી બેઠક સામે ભાજપની તૈયારી
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહેસાણા નજીકના ગામમાં તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનોની હાજરીમાં ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી અને જિલ્લામાં મહાસંમેલન કરવાની જાહેરાત કરી હતી. તેવા સમયે જ હવે ખેરાલુમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોર સહિત ભાજપના આગેવાનોએ કરેલા પ્રહાર રાજકીય ગતિવિધિઓ તેજ બની હોવાનું કહીં જાય છે.
હાર્ટ એટેકથી દક્ષિણ ગુજરાતમાં મોતનું તાંડવ : સુરતમાં 3 યુવકો ચાલુ કામમાં ઢળી પડ્યા