શિસ્તબદ્ધ પાર્ટીને ચચરી જાય એવી ટ્વીટ ભાજપના નેતાએ કરી, લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી?
Amreli Loksabha Seat : અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારના એક ટ્વીટથી સર્જાયા અનેક તર્કવિતર્ક...કહ્યું, રાષ્ટ્રવાદ, પ્રામાણિક્તા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા પોથીમાના રીંગણા બનીને રહી ગઈ...દરેક સમાજની સીટ રિઝર્વ પરંતુ લાયક ઉમેદવાર માટે કઈ સીટ?
Loksabha Election 2024 : સાબરકાંઠા, રાજકોટ બાદ હવે અમરેલી ભાજપમાં પણ ઉમેદવાર બદલવાની માંગ સળગી છે. અમરેલીમાં અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવા માટે મોટી માથાકૂટ થઈ હતી. મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ઉમેદવાર બદલવાની રજૂઆત કરવા આવેલા કાર્યકર સાથે મારામારી થઈ હતી. ભાજપના કાર્યકરોએ લાકડી-ધોકાથી હુમલો કર્યાનો આરોપ કરાયો છે. ઉમેદવાર અંગે ભાજપના કાર્યકર્તાઓ જ આમને-સામને આવી ગયા હતા. ત્યારે દિલીપ સંઘાણી, નારણ કાછડીયાએ રોષ ઠંડો પાડવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ભાજપના એક નેતાની ટ્વીટથી વધુ ભડકો થાય તેવા એંધાણ છે.
ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારના ટ્વીટથી તર્ક વિતર્ક સર્જાયા છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ વચ્ચે ભાજપના નેતા ડો.ભરતભાઈ કાનાબારની ટ્વિટ ચર્ચા જગાવી રહી છે. તેઓએ પોતાની ટ્વીટમાં લોકસભા બેઠક પર વધતાં જ્ઞાતિવાદ પર પ્રહાર કર્યો છે. સાથે જ લાયક ઉમેદવાર માટે બેઠકને લઈ પણ સવાલ કર્યો છે.
લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી : અમરેલીમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
દ્વારકામાં ભીડભાડવાળા વિસ્તારમાં લાગેલી આગમાં ચાર લોકો ભડથું થયા, એક વૃદ્ધ બચ્યા