Gujarat Politics હિતેન વિઠ્ઠલાણી/ગાંધીનગર : ભાજપે 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી. પંરતુ ગુજરાત બીજેપીમાં 4 સીટ પર ઉમેદવારને લઇને કોકડું ગુચવાયું છે. મહેસાણા, અમરેલી, સુરેન્દ્ર નગર અને જૂનાગઢમાં કોણ ફાવશે અને કોણ જશે તે હજી સુધી પાર્ટી નક્કી કરી શકી નથી. દિલ્હીમાં હજી સુધી આ બેઠકો પર મંથન ચાલી રહ્યું છે. પરંતું કોઈ સ્પષ્ટ સંકેત મળી નથી રહ્યાં. ત્યારે 18 માર્ચ બાદ બાકી રહેલી 4 સીટ પર ઉમેદવાર જાહેર થાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 6 મહિલા ઉમેદવાર ઉતારી હતી. તેની સામે અત્યાર સુધી બીજેપીએ માત્ર 4 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે શક્યતા છે કે, મહેસાણા અને અમરેલીમાં મહિલા ઉમેદવારને ચાન્સ મળી શકે છે. મહેસાણામાં તૃષા પટેલને ટિકિટ મળે તેવી શક્યતા છે. તૃષા પટેલ હાલ જિલ્લા પંચાયત પ્રમુખ છે. તો અમરેલીમાં ભાવના ગોંડલિયાને ટિકિટ મળી શકે છે. ભાવના ગોંડલિયા સહકારી ક્ષેત્રે સક્રીય છે. આ ઉપરાંત આ બેઠક માટે હિરેન હીરપરા પણ રેસમાં છે. 


સંબંધીએ પત્નીના નગ્ન ફોટો બતાવતા પતિના પગ નીચેથી જમીન સરકી, કર્યો આપઘાત


અત્યાર સુધી જાહેર થયેલા નામોમાં ભાજપ એક કોળી મહિલાને ટિકિટ આપી ચૂકી છે. જેથી સુરેન્દ્રનગરમાં કારડીયા રાજપૂત અથવા કોળી સમાજમાંથી કોઈને ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે. જૂનાગઢમાં નવો ચેહરો ના મળે તો રાજેશ ચુડાસમાને પાર્ટી રિપીટ કરી શકે છે. 


મહેસાણામાં નવા ઉમેદવારની શોધ
મેહસાણામાં પાર્ટી નવા મહિલા ઉમેદવારની ખોજમાં દેખાઈ રહી છે, ત્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમા સાથે સંકળાયેલા વિવાદનો અંત આવવાની સાથે મનાઈ રહ્યું છે કે અન્ય કોઈ કોળી સમાજનો ચેહરો સામે ન આવતા રાજેશ ચુડાસમાને ફરી રીપિટ કરી શકાય છે. ત્યારે અમરેલી બેઠક પરથી કૌશિક વેકરીયાની સાથે સાથે હિરેન હીરપરા અને ભાવના ગોંડલિયાના નામ પર પણ ચર્ચા ચાલી રહી છે. સુરેન્દ્રનગર બેઠક માટે કારડીયા રાજપૂત અથવા કોળી સમાજથી ઉમેદવારની પસંદગી કરવાનું મનાઈ રહ્યું છે. 


સરકાર જોઈ લો...બેરોજગારીના કારણે યુવાધન બની રહ્યું છે ચોર, રોજગારી ન મળતા 10 દિવસમાં


ચાર બેઠકો માટે દિલ્હથી આવશે કમાન્ડ
ગુજરાત ની બાકી બચેલી 4 બેઠકો પર કોકડું ગૂંચવાતા ભારતીય જનતા પાર્ટીમાં મેહસાણા, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠકને લઈ ફરી મંથન થશે.  ચાર બેઠકો પર નવી પેનલ સાથે પ્રદેશ નેતૃત્વને દિલ્હી આવવા સૂચના આપવામાં આવી છે. 17 કે 18 માર્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળનારી બેઠક બાદ ચાર નામોની જાહેરાત કરવામાં આવશે. અત્યાર સુધી ભાજપ 4 મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતારી ચૂકી છે અને 2019 માં કુલ 6 મહિલાઓનો સમાવેશ કરાયો હતો. જેથી મનાઈ રહ્યું છે કે બાકી બચેલી 4 બેઠક માંથી 2 બેઠક પર મહિલાઓને ટીકીટ આપી શકાય છે. 


તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત


તો બીજી તરફ, કોંગ્રસની આજે મળનાર સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મોફુક રાખવામાં આવી છે. કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક ૧૮ માર્ચે મળી શકે છે. ગુજરાતના લોકસભાના બાકી ઉમેદવારો પર પણ ત્યારે જ મહોર વાગી શકે છે. સાત બેઠકનોના ઉમેદવાર અંગે નિર્ણય લેવાઇ શકે છે. સાબારકાંઠા બેઠક પર જશુભાઇ પટેલ અથવા રાજેન્દ્ર સિંહ કુપાવતની શક્યતા છે. તો પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મહેસાણા લોકસભા બેઠક પર બળદેવજી ઠાકોર પહેલી પસંદ બની શકે છે. તો ગાંધીનગર બેઠક પર સોનલબેન પટેલ અથવા લાલજી દેસાઇની શક્યતા જોવાઈ રહી છે. જુનાગઢ લોકસભા માટે જલ્પાબેન ચુડાસમા અથવા હિરાભાઇ જોટવાની પસંદગી થઈ શકે છે. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામભાઇ રાઠવા આગળ ચાલી રહી છે. પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ અથવા દુષ્યંતસિંહ ચૌહાણના નામ ચર્ચામાં છે. 


કોરોના બાદ ઘર-ઘરમાં ઘૂસી ગઈ આ બીમારી, તમારું ઘર પણ બાકાત નહિ હોય