અમદાવાદ : જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હત્યારાઓ સુધી પહોંચાડતી એક મહત્વની કડી પોલીસને હાથ લાગી છે. ભૂજથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવાના આ કેસમાં પોલીસને આ સૌથી મોટો પુરાવો હાથ લાગ્યા છે. ગૂમ થયેલી બેગ પોલીસને મળી આવી છે. આ બેગ જયંતિ ભાનુશાળીની હોવાની માની હત્યારાઓ આ બેગ ઉઠાવી ગયા હતા. જોકે આ બેગ ભાનુશાળીની સામેની સીટ પર મુસાફરી કરી રહેલા પવન મોર્યની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે બેગ પોતાના કબ્જામાં લઇ ફોરેન્સિક સહિતની તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રીએ આપ્યો અગ્નિદાહ
કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવાના બનાવે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી છે. જયંતિ પટેલનો મૃતદેહ પરિવારજનો દ્વારા હાલ સિવિલ હોસ્પિટલથી તેમના નરોડા ખાતેના ઘરે લાવવામાં આવ્યો. અને અંતિમ દર્શન માટે રખાયો હતો અને હવે તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાનેથી નરોડા સ્મશાન ગૃહ ખાતે લઈ જવાઈ હતો. અંતિમ યાત્રામાં મોટા પાયે લોકો હાજર રહ્યા હતા. આર સી ફળદુ સહિત અનેક નેતાઓએ હાજરી આપી અને પરિવારને સાંત્વના પાઠવી.મૃતદેહના નરોડા સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.


છબીલ પટેલ સહિત પાંચ વિરૂધ્ધ ફરિયાદ
જયંતિ ભાનુશાલીની હત્યાના કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વાપીની એક મહિલા મનીષ ગોસ્વામી તથા છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર તથા એક દલિક આગેવાન સામે ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે, કે વાપીમાં રહેતી મનષા ગોસ્વામી નામની મહિલા છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભમાં ચાલી ગઇ છે. અને તેના નિવાસ્થાન પર ઝી 24 કલાકના રીપોર્ટર દ્વારા તપાસ કરતા ત્યાં પણ તાળું મારેલું હોવાની જાણ કારી મળી હતી.