ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાત
BJP Gujarat : ભાજપના સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી..ગુજરાતના ચોથા નાણા પંચના અધ્યક્ષ બન્યા યમલ વ્યાસ..નવી જવાબદારી મળતા સાથે ભાજપના પ્રવક્તા અને સભ્ય તરીકે આપવું પડશે રાજીનામું
Yamal Vyas President Of 4th Finance Commission : ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ભાજપના મુખ્ય પ્રવક્તાને લોટરી લાગી છે. યમલ વ્યાસને ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. જેને પગલે ભાજપ મુખ્ય પ્રવક્તા માટે કોઈ નવા નેતાને જવાબદારી સોંપી શકે છે. નાણાપંચનું અધ્યક્ષ પદ એ બંધારણીય હોદ્દો હોવાથી વ્યાસે ભાજપના પ્રવક્તા પદેથી રાજીનામું આપવું પડશે. જણાવી દઈએ કે, જ્યારે 16 મું નાણાપંચ ગુજરાત આવ્યું હતું ત્યારે ભાજપ પક્ષ તરફથી યમલ વ્યાસ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાણાપંચ બાબતે સરકાર સક્રિય ન હતી. જેના પગલે છેલ્લા પાંચ વર્ષથી આ પદ ખાલી હતું. અગાઉ ભરત ગરીવાલ નાણા પંચના અધ્યક્ષ હતાં. નાણાપંચની રચનાને લઈને તાજેતરમાં આ મામલે સરકારમાં ચર્ચા થઈ હતી. આ નિમણૂક બાદ રાજ્ય સરકારની પેન્ડિંગ કરોડોની ગ્રાન્ટને મંજૂરી મળી શકે છે. ગુજરાતનાં ચીફ સેક્રેટરી રાજકુમાર (Rajkumar) દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી (Gandhinagar) આપવામાં આવી છે. નાણાપંચ દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાં ફાળવવામાં આવે છે. 15માં નાણાપંચની તાજેતરની મુલાકાત દરમિયાન આ મુદ્દે રાજ્યને ચેતવણી આપવામાં આવી હતી, જે બાદ હવે રાજ્ય સરકાર તાત્કાલિક નાણાપંચ રચવાની તૈયારી કરી દીધી છે.
બિલ છે કે બજેટ! સિંચાઈ વિભાગે ગુજરાતની એક પાલિકાને ફટકાર્યું 4586 કરોડનું બિલ
સાઉથના ફેમસ ડાયરેક્ટરે કરી લીધી આત્મહત્યા, રૂમમાં સડેલી હાલતમાં મળી લાશ