આશ્કા જાની, અમદાવાદઃ આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નજર સતત બીજીવાર સત્તા મેળવવાની છે. તો સમાજવાદી પાર્ટી પણ સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરશે. ત્યારે ગુજરાત ભાજપના કેટલાક નેતાઓને યૂપી ચૂંટણીની જવાબદારી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે ભાજપના નેતા
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચ 2022માં યોજાઈ શકે છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. યૂપી ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના 11 જિલ્લાની 71 સીટોની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી છે. 


આ પણ વાંચોઃ સુપર હોટ હીરોઈન બનશે સરપંચ? ગામ લોકોએ કહ્યું, આવા સરપંચ હશે તો ચાંદ પર પહોંચી જશે અમારું ગામ!


આ લોકોને મળી જવાબદારી
ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઉપાધ્યક્ષ જનક બગદાણાને જવાબદારી સોંપવામાં આવી છે. તો પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને ઓબીસી મોર્ચાના મહામંત્રી મયક નાયક પણ ચૂંટણી પ્રચારમાં જવાના છે. આ તમામ નેતાઓ 16 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ જશે. 


ગુજરાતના 165 કાર્યકરોને મળી જવાબદારી
ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા ભાજપ માટે ખુબ મહત્વની છે. અહીં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ બીજીવાર સત્તા કબજે કરવા મેદાને ઉતરશે. ત્યારે ગુજરાતના 165 કાર્યકરોને યૂપીની જવાબદારી મળી છે. દરેક નેતાઓને વિધાનસભા પ્રમાણે શક્તિ કેન્દ્રો અને બુથ સમિતિ પર કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube