ઝી મીડિયા/સુરત :દિલ્હીમાં ભાજપના હાઈકમાન્ડને મળીને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ પરત ફર્યાં છે. ત્યારે સુરતમાં પહોંચેલા સી.આર પાટીલનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. નવા પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. દિલ્હીમાં વડાપ્રધાન અને અમિત શાહને મળીને સુરત પહોંચ્યા હતા. 1000 કાર સાથેની રેલી યોજીને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં 1 કિલોમીટર લાંબો ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો છે. તો સાથે જ ભાજપનું કાર્યાલય રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.


એક્સપર્ટનો મત, કચ્છના ફોલ્ટ લાઇન પર 1000 વર્ષથી મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆર પાટીલની રેલી માટે રથ સજાવવામાં આવ્યો હતો. આ રથની પાછળ 1000 કારની રેલીનો કાફલો નીકળશે. કુલ 4000 કાર્યકર્તાઓ સ્વાગત રેલીમાં જોડાશે. ભાજપાના નવા અધ્યક્ષ સી.આર.પાટીલના સ્વાગત માટે યોજાયેલ રેલીનો રુટ ટૂંકાવી દેવાયો હતો. રેલી કતારગામ, ચોકબજાર, નાનપુરા વિસ્તારમાં રેલી નહિ નીકળે તેવું નક્કી કરાયું હતું. જોકે, રૂટ ટુકાવવાનું કારણ જણાવાયું ન હતું.