Vadodara News : ગુજરાત ભાજપમાં રોજેરોજ નવા નવા ભૂકંપ આવે છે. એક તરફ રૂપાલાના વિરોધની આગ વધી રહી છે. કેટલીક બેઠકો પર હજી પણ ઉમેદવારો બદલવાની માંગ ચાલુ છે. આવામાં ભાજપના કોરણે મૂકાયેલા સિનિયર નેતાઓ પાર્ટીની નવી નીતિ સામે બળાપો કાઢી રહ્યાં છે. વડોદરામાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે. વડોદરા શહેર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીનો વિરોધ ચાલુ જ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જિતુ સુખડિયાએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ભાજપમાં જૂથવાથ વકર્યો છે. લોકસભાના નવા ઉમેદવાર ડો હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિરોધનો વંટોળ ઓછો નથી થયો. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ મીડિયા સામે બળાપો ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે, શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી. બેનર લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતાં હોય એ ગંભીર બાબત છે. વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે. ભાજપમાં કોઇ જૂથ નથી, પણ વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે. ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી. 


ઉનાળામાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ આવશે, અંબાલાલ પટેલની આ આગાહીથી ચેતીને રહેજો


"અસલિયત, ઓળખાય જશે"
ખાલી ખુર્સીના સ્વાર્થ ખાતર,
સરદાર સ્ટેડિયમ ના પાટીયેથી,
જે બાપના નામ ભુંસાવે એને
પોંખાય નહી, પરચો જ અપાય,
અસલી હોય ઈ ઠોકી નાખજો,
નકલી હોય ઈ કમલમે જાજો.!
#સ્વાભિમાન_યુધ્ધ


ટીટોડીએ વૈશાખના બદલે ફાગણમાં ઇંડા મૂક્યા, આ તો ભયાનક થયું, વડીલોએ કરી આ આગાહી