Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં સંબોધિત કરતા સી.આર.પાટીલે કહ્યું કે, માઇનસમાં ગયેલા બૂથમાંથી કાર્યકર્તા ચૂંટણી સમયે ટિકિટ માંગે તો પાર્ટી આવા કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે નહિ. પોતાના બુથમાં પાર્ટીને પ્લસ કરી શક્તો નથી તેવા કાર્યકર્તાઓને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય વિચારી નહીં શકે. જેથી દરેક કાર્યકર્તાઓએ પોતાના બુથને મજબૂત બનાવવા માટે હાકલ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે નુતન વર્ષ સમારોહની અંદર ઉપસ્થિત કાર્યકર્તાઓને કર્યો હતો. અધ્યક્ષે જણાવ્યું હતું કે આ નિર્ણય આવ્યા બાદ જે તે વ્યક્તિઓ જવાબદારીમાં આવી હવે કામે લાગી ગયા છે. પાલિકાના રાજન પટેલ સેન્ટીંગ કમિટી ચેરમેન તરીકે બનશે તેઓ કોઈને ખ્યાલ નહોતો. પરંતુ પોતે કરેલા કામોના કારણે આજે સ્ટેન્ડિંગ કમિટી તરીકેનો પદભાર મળ્યો છે. તમે જે બુથમાં રહો છો, તે માઇનસમાં જાય તો તેની ચિંતા તમારે કરવાની છે. માઇનસમાં ગયેલા બૂથમાં થી કાર્યકર્તા ચૂંટણી સમયે ટિકિટ માંગે તો પાર્ટી આવા કાર્યકર્તાઓને ક્યારેય ટિકિટ આપતી નથી. પોતાના બુથમાં પાર્ટીને પ્લસ કરી શકતો નથી તેવા કાર્યકર્તાઓને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય વિચારી નહીં શકે. જેથી દરેક કાર્યકર્તાઓએ પોતાના બુથને મજબૂત બનાવવા માટે કાર્ય કરવું જોઈએ .


મોરબી પર રાણીબાનું રાજ : રાણીનો રજવાડી ઠાઠ અને અંદાજ, લાખોનો કરે છે ધુમાડો


સુરતમાં ભાજપ કાર્યકર્તા સંમેલન માં સંબોધિત કરતા સી.આર.પાટીલે કહ્યું- કે માઇનસમાં ગયેલા બૂથમાંથી કાર્યકર્તા ચૂંટણી સમયે ટિકિટ માંગે તો પાર્ટી આવા કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે નહિ.પોતાના બુથમાં પાર્ટીને પ્લસ કરી શકતો નથી તેવા કાર્યકર્તાઓને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય વિચારી નહીં શકે. જેથી દરેક કાર્યકર્તાઓએ પોતાના બુથને મજબૂત બનાવવા માટે હાકલ કરવામાં આવી છે.


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસોમાં માવઠા માટે તૈયાર રહેજો


 


અરબોનું ઈન્વેસ્ટમેન્ટ, લાખોની રોજગારી : ગુજરાતના આ સ્થળે આવી શકે છે એલન મસ્કની કંપની