કદી સાંભળ્યું છે... દેશમાં કોઈ પાર્ટીએ પોતાના કાર્યકરોને સૌથી મોટી સરપ્રાઈઝ ગિફ્ટ આપી હોય, ગુજરાતમાં પાટિલે કરી દેખાડ્યું
પાટીલે વધુમાં જણાવ્યું કે, પાર્ટી કાર્યકરો માટે પાટીલે મિની વેકેશન જાહેર કર્યું છે. આ વેકેશન બાદ ભાજપના તમામ કાર્યકરો વગર રજાએ ફૂલ ઑન એક્શન મોડમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે. ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાટીલે શરૂ કરેલા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમના પહેલા દિવસે જ કાર્યકરોને આ ભેટ આપી છે.
ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપના કાર્યકરોને મોટી સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ છે 3 દિવસની રજા...પહેલી-બીજી અને ત્રીજી મેના રોજ ગુજરાત ભાજપના કાર્યકરોને રજા આપવામાં આવી છે. દેશમાં પ્રથમવાર કોઈ પાર્ટીએ પોતાના કાર્યકરોને 3 દિવસની રજા આપી છે. સીઆર પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમના સંબોધન દરમિયાન કહ્યું કે, આ 3 દિવસની રજા જ તમારી દિવાળી અને તમારું વેકેશન છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, પાર્ટી કાર્યકરો માટે પાટીલે મિની વેકેશન જાહેર કર્યું છે. આ વેકેશન બાદ ભાજપના તમામ કાર્યકરો વગર રજાએ ફૂલ ઑન એક્શન મોડમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે. ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાટીલે શરૂ કરેલા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમના પહેલા દિવસે જ કાર્યકરોને આ ભેટ આપી છે.
2022ની ચૂંટણી પહેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ પાટીલનો દરેક જિલ્લામાં પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. પ્રત્યેક જિલ્લામાં વન ડે વન ડિસ્ટીક કાર્યક્રમ અંતર્ગત ભાજપનાં પ્રમુખ મુલાકાત કરશે. પ્રત્યેક જિલ્લામાં પાટીલ 24 કલાકથી માંડી 36 કલાક કાર્યકરો સાથે વિતાવશે. 24 કલાક પ્રત્યેક જિલ્લામાં પ્રથમ પેજ સમિતિ ચિતાર મેળવશે. નબળા બુથ પર એક્ટિવ કામગીરીનું કાર્યકરો સૂચન આપશે. જિલ્લા મુલાકાતમાં પ્રથમ સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય સાથે બેઠક યોજશે.
મિશન 182ને પાર પાડવા માટે 2017માં ગુમાવેલી બેઠકના હારના કારણો જાણીને તે ત્રુટીઓ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરશે. પ્રત્યેક જિલ્લાના બુથ કેન્દ્રો, શક્તિકેન્ડ્રો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હારેલા પ્રતિનિધિઓ માઇન્સ બુથના મેનેજમેન્ટ અને પેજ કમિટીની રૂપરેખાનો ચિતાર મેળવશે. તમામ હોદેદારો જે પણ ચર્ચા થશે, મીનિટ ટુ મિનિટની નોંધણી કરશે.
ગુજરાતમાં ચૂંટણી ભલે ડિસેમ્બરમાં હોય, પરંતુ ધમધમાટ હાલ દેખાયો; જાણો ભુપેન્દ્ર યાદવનો બે દિવસીય કાર્યક્રમ
નોંધ કરેલી મિનિટ ઉપર ભાજપ મનોમંથન કરી અને વર્ષ 2022ની ચૂંટણી રણનીતિ ઘડશે. ભાજપ મનોમંથન આધારે 2022માં 182 માંથી 182 બેઠકો મેળવા માટે કેટલા બદલાવ લાવવા તે અંગે રણનીતિ થશે. મુલાકાત બાદ ક્યાં ક્ષેત્રમા બદલાવ લાવવા તે અંગે પણ ભાજપ રણનીતિ ઘડશે. રાજ્યના 33 જિલ્લામાં અને 8 મહાનગરપાલિકામા વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ ભાજપ આપશે.
રાજકોટવાસીઓ સાવધાન! તમારા આરોગ્ય સાથે થઈ રહ્યા છે ખુલ્લેઆમ ચેડા, ભજીયામાં મળ્યો વોશિંગ પાઉડર
નોંધનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે, ગાંધીનગરમાં કમલમમાં ભૂપેન્દ્ર યાદવે પ્રદેશ મીડિયાની ટીમ સાથે બેઠક કરી હતી. જેમાં, સરકારી યોજનાઓને મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી. જ્યારે, આગામી દિવસોમાં થનારા ચૂંટણીલક્ષી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ. ત્યારે, બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube