vav assembly byelection result : વાવમાં ભાજપનો રાજકીય વનવાસ આખરે પૂરો થયો છે. બે વિધાનસભા ચૂંટણી બાદ આખરે વાવમાં કમળ ખીલ્યું છે. વર્ષ 2017 થી વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થતી હતી. ગેનીબેન વિધાનસભામાંથી લોકસભામાં ગયા અને આ બેઠક ફરીથી ભાજપના ફાળે આવી છે. 2300 થી વધુ વોટથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની વાવ પેટાચૂંટણીમાં જીત થઈ છે. ત્યારે આ જીતથી ભાજપના નેતાઓમાં ખુશીનો માહોલ છે. ભાજપમાં જીતની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ જીતની ખુશી વ્યક્ત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે Zee 24 Kalakને સૌથી પહેલી પ્રતિક્રિયા આપી હતી. જાણો તેમને શું કહ્યું... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન :  શું આ જીતથી હારનો બદલો લીધો?
જવાબ : હાર અને બદલાની વાત નથી. પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતના લોકોમાં વિશ્વાસ જાગ્યો છે. દેશના લોકોમાં તેનું પ્રતિબિંબ પડી રહ્યું છે. તે આજે મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. ગત વખતે લોકસભામાં પણ જોવા મળ્યું. ભાજપના ઉમેદવાર 2300 મતથી જીત્યા છે. અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયાસ કર્યો, કે પાટીલનો પાવર ઉતારી દઉ. પરંતું ભાજપના કાર્યક્રતાઓનો પાવર આજે જોવા મળ્યો છે. હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. અભિનંદન આપું છું. નાનું માધ્યમ પણ આ ચૂંટણી મહત્વની હતી. કેટલાક લોકો આવા મતદાર સંઘને પોતાની જાગીર સમજીને ચાલતા હતા, એ તમામને મતદારોએ જડબેસલાક જવાબ છે. 


પ્રશ્ન :  જીતનો શ્રેય કોને આપશો?
જવાબ : આ જીત મોદી સાહેબની લોકપ્રિયતાની છે. આ જીત અમિતભાઈના માર્ગદર્શનની છે. આ જીત કાર્યકર્તાઓની મહેનતની છે. જે આગેવાનોએ પ્લાનિંગ કર્યુ અને કામ કર્યું એમની જીત છે. 



પ્રશ્ન : લોકસભામાં ભૂલ થઈ હતી, તો આ વખતે શું કામ કરી ગયું?
જવાબ : ભૂલ તો ત્યારે પણ નહોતી થઈ. પરંતુ અમે હાર્યા હતા. એ હાર મેં પોતે સ્વીકારી હતી. પરંતુ અમે હારમાંથી શીખ્યા. કાર્યકર્તાઓના મનમાં પણ દાઝ હતી કે અમે હાર્યા કેવી રીતે. ભાજપ જેવા સફળ નેતૃત્વમાં હાર કેવી રીતે થાય. હાર સહન કરવા ટેવાયેલા નથી તે ફરી સાબિત થયું. કેટલાક લોકોને લાગતુ હતું તો તે લોકોને જવાબ આપી દીધો છે. 


પ્રશ્ન : જાતિગત રાજનીતિની હાર થઈ છે, તેવુ લાગે છે?
જવાબ : જાતિગત મુદ્દામાં કોંગ્રેસ સતત બખેડા કરતું હોય છે. આજે તેમના અસ્તિત્વનો સવાલ આવીને ઉભો થયો છે. તેઓ નેસ્તોનાબૂદ તરફ જઈ રહ્યાં છે. હવે પાર્ટીના અસ્તિત્વ પર સવાલ આવ્યો છે. એ બતાવે છે કે આખા દેશમાં એમની સ્વીકૃતિ નથી. તેના કારણે આ પરિણામો જોવા મળી રહ્યાં છે.


પ્રશ્ન : મહારાષ્ટ્રના પરિણામો પર તમે શું કહેશો
જવાબ : મારો લગાવ માત્ર ગુજરાત સાથે છે, હું તો માત્ર પ્રચારમાં ગયો હતો. ત્યારે જ વાતાવરણ જોઈને લાગતું હતું કે ભાજપનો વિજય થશે. મોદીસાહેબે સતત સભા કરી હતી. તેઓ ભાજપને મહારાષ્ટ્રમાં ભવ્ય જીત તરફ આગળ લઈ ગયા છે. 


પ્રશ્ન : વિચારધારા અલગ હશે તો પ્રજા સ્વીકારશે નહિ...  આ ક્લિયર કટ મેસેજ છે?
જવાબ : કોંગ્રેસ, શિવસેના અને એનસીપીનું ગઠબંધન થયું, તે અનૈતિક ગઠબંધન હતું. સ્વભાવિક રીતે તેને કોઈ સ્વીકારવા તૈયાર ન હતું. સત્તા માટે કરેલા ગઠબંધનને લોકોએ ન સ્વીકાર્યું. તેમના વહીવટમાં ભ્રષ્ટાચાર થયો. લોકસભાની ચૂંટણીમાં માત્ર 99 સીટ જ જીત્યા હતા. 543 માંથી 99 સીટ જ જીત્યા હતા. પરંતુ જાણે જંગ જીતી ગયા હોય એવી રીતે નિવેદન આપતા હોય તેવા તેમના ભાષણો હતો. જે રીતે મોદીસાહેબ માટે બોલતા હતા, તેનો જવાબ મતદારોએ આપી દીધો છે. યુપીમાં તો તેમનું ખાતુ પણ નથી ખૂલ્યું. 


પ્રશ્ન : મહારાષ્ટ્રમાં ભાજપના સીએમ હશે?
જવાબ : મહારાષ્ટ્રમાં નિર્ણય કરવાવાળા બેઠા છે, તે લોકો જે કંઈ નિર્ણ કરશે તેમાં મારો મંતવ્ય ન હોઈ શકે, મારી કોઈ વાત તેમાં ન આવી શકે.