Navsari Seat Election : લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ રાજકોટ કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાનાં ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુરુવારે ભવ્ય રોડ શો બાદ સીઆર પાટીલે શુક્રવારે વિજય મુહૂર્તમાં નવસારી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. સી.આર.પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભર્યા બાદ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ત્રીજી વખત નવસારીનાં લોકોએ મને જીતાડ્યો છે. ત્યારે ફોર્મ ભર્યા બાદ સીઆર પાટીલની મિલકતની માહિતી સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીલની મિલકત કેટલી  
નવસારી બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ બંને મિલકતની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો છે. જોકે સીઆર પાટીલની પત્નીની મિલકતમાં 7.78 કરોડનો ઘટાડો થયાનું ઉમેદવારી પત્રમાં દર્શાવવામાં આવ્યું છે. સી આર પાટીલ દર્શાવેલ મિલકતમાં વિવિધ રોકાણ વાહન વગેરેની સાથે સત્તાવાર મિલકત 16.26 કરોડ તથા જમીન મકાન સહિત જંગમ મિલકત 3.99 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. તો પાટીલના પત્નીની મિલકત 11.72 કરોડ રૂપિયા અને જંગમ 6.22 કરોડ એમ કુલ મળી 17.94 કરોડ દર્શાવવામાં આવી છે. સી આર પાટીલ અને એમના પત્ની બંનેની મળી કુલ મિલકત 38.19 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. 


ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યો


કોંગ્રેસના ઉમેદવારની મિલકત
તો બીજી તરફ, કોંગી ઉમેદવારની મિલકત 6.45 કરોડ રૂપિયાની દર્શાવવામાં આવી છે. નૈષદ દેસાઈના પત્નીનાં નામે 7.73 કરોડ રૂપિયા બતાવવામાં આવ્યા છે. નૈષદ દેસાઈ અને એમના પત્ની બંને મળી કુલ મિલકત 14.18 કરોડ રૂપિયાની બતાવવામાં આવી છે. 


પાટીલે કોંગ્રેસના ઉમેદવારને કાનમાં કંઈક કહ્યું
નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ નવસારીના જુનાથાણાથી કલેકટર કચેરી સુધી કોંગી આગેવાનો અને સમર્થકો સાથે પદયાત્રા કરી હતી. બાદમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલ બંને એક સાથે ઉમેદવારીપત્ર ભરવામાં સાથે થઈ ગયા હતા. જ્યાં બંને ઉમેદવારોએ એકબીજાને કાનમાં કંઈક કહ્યું હતું. જોકે પ્રથમ સી. આર. પાટીલે ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગી ઉમેદવાર નૈષધ દેસાઈએ જિલ્લા કલેકટર સમક્ષ શપથ લઇને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતુ. સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ સી. આર. પાટીલની 10 લાખ મતોથી જીતવાની વાતો વચ્ચે નૈષધ દેસાઈએ 10 હજાર મતોથી જીતવાનો દાવો કર્યો હતો. સાથે જ કલેકટર કચેરીમાં બંને ઉમેદવારો વચ્ચે થયેલી કાનાફૂસી મુદ્દે સી. આર. પાટીલે તેમને ચુંટણી જંગ માટે શુભેચ્છા આપી હોવાનું જણાવ્યું હતું.


ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન


25 નવસારી લોકસભા બેઠક ઉપર કુલ 35 ઉમેદવારીપત્રો ભરાયાં. નવસારી લોકસભામાં 13 પક્ષ અને 9 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાં. ભાજપના સી. આર. પાટીલે 4 અને તેમના ડમી અશ્વિન પટેલે એક ઉમેદવારી પત્ર ભર્યું. તો કોંગ્રેસના નૈષધ દેસાઈએ 4 અને તેમના ડમી શૈલેષ પટેલે બે ઉમેદવારી પત્ર ભર્યાં. આ સિવાય અન્ય 11 પક્ષોના 13 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. જેમાં બે પક્ષોના 2 ડમી ઉમેદવારોએ પણ દાવેદારી કરી. નવસારીના ચેતન કાહારે અપક્ષ અને ગુજરાત પક્ષ બંનેમાંથી ઉમેદવારી કરી છે. હવે આજે 20 એપ્રિલના રોજ ઉમેવારીપત્રોની ચકાસણી છે. જેના બાદ 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ત્યારે 22 એપ્રિલ બાદ નવસારી લોકસભા ચુંટણી ઉપર ઉમેદવારોનું ગણિત સ્પષ્ટ થશે. 


એકાએક પલટાયું ગુજરાતનું વાતાવરણ, કાળઝાળ ગરમી વચ્ચે કુદરતે બતાવ્યું નવુ રૂપ


નવસારી બેઠક પર 35 ફોર્મ ભરાયા 
ઉલ્લેખનીય છે કે, નવસારી લોકસભા બેઠક પર રાષ્ટ્રીય પક્ષો અને અપક્ષો મળીને કુલ 35 ફોર્મ ભરાયા છે. આજે તમામ ફોર્મની ચકાસણી હાથ ધરાશે. નવસારી જિલ્લામાં અપક્ષ ઉમેદવાર દ્વારા-06, ગુજરાત પક્ષના ઉમેદવાર દ્વારા-01, ભારતીય બહુજન પાર્ટી દ્વારા-05, સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા-01, ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા-06, બહુજન મુક્તિ પાર્ટી દ્વારા-01, અખિલ ભારતીય સેના દ્વારા-01, લોગ પાર્ટી દ્વારા 01 અને સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી દ્વારા 02 ઉમેદવારી પત્ર ભરી જમા કરવામાં આવ્યા છે. આમ, નવસારી સંસદીય મતદાર વિભાગ માટે આજ રોજ કુલ-24 નામાંકન રજુ કરાયા છે.


કચ્છની ધરતી ફરી એકવાર સોનાની સાબિત થઈ, ડાયનાસોર કરતા પણ મોટા કદનો સાપ મળ્યો