અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રભારી ઓમમાથૂર ગુજરાતની 3 દિવસની મુલાકાતે
ભાજપ લોકસભા ચૂંટણીનાં પ્રભારી ઓમ માથુર આજથી ૩ દિવસ ગુજરાતનાં પ્રવાસે છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે. શનિવારે બાપોરે ઓમમાથુર અમદાવાદ એરપોર્ટ ખાતે પોહ્ચ્યા હતા. જ્યાં તેમનું ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા ઉસ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું.
મૌલિક ધામેચા/અમદાવાદ: ભાજપ લોકસભા ચૂંટણીનાં પ્રભારી ઓમ માથુર આજથી ૩ દિવસ ગુજરાતનાં પ્રવાસે છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે. શનિવારે બાપોરે ઓમમાથુર અમદાવાદ એરપોર્ટ ખાતે પોહ્ચ્યા હતા. જ્યાં તેમનું ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા ઉસ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું.
જો તેમના આગામી ૩ ત્રણનાં કાર્યક્રમની વાત કરવામાં આવે તો રાધનપુર ખાતે પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણી સાથેનાં પ્રવાસે છે. ત્યારપછી વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમને કાર્યકર્તાઓ સાથે સાંભળશે. ત્યારબાદ 28 જાન્યુઆરીએ કમલમ્ ખાતે પાર્ટી હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.
બનાસડેરી તરફથી પશુ પાલકોને મોટી ભેટી, દૂધમાં ભાવ થયો વધારો
મળી રહેલી માહિતી અનુસાર સંગઠનનાં પદાધિકારીઓ સાથે બેઠક કરવાનો અને યુવા સંમેલનમાં ભાગ પણ લેવાનો કાર્યકમ ઓમ માથુરનો પણ છે. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવા માટે ગુજરાતના પ્રભારી સહિતના નેતાઓ દ્વારા રાજ્યમાં પ્રવાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.