Gujarat Politics : ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. કોણ બનશે મંડળ પ્રમુખ, કોણ ભાજપ પ્રદેશ પ્રમુખ બનશે તે અંગે હાલ વિવિધ અટકળો ચાલી રહી છે, પરંતું કોઈ સ્પષ્ટ નામ સામે આવ્યા નથી. ત્યારે આ વચ્ચે મોટી ખબર આવી છે. કમૂરતા ઉતાર્યા બાદ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં દિલ્હીથી પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની પસંદગી પક્રિયા માટે નિરીક્ષકોની ટીમ ગુજરાત આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપમાં કમુરતા ઉતરવાની રાહ જોવાઈ રહી છે. કમુરતા બાદ હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને તેમની જવાબદારીમાંથી મુક્ત કરી દેવાશે. આ સાથે જ નવા નામની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત ભાજપના મહાનગરોમાં વોર્ડ અને ગ્રામીણ ક્ષેત્રોમાં મંડળ પ્રમુખનો વરણીની પ્રોસેસ ચાલુ થઈ છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે. હાલ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક લાગી છે. પરંતુ કમુરતા ઉતરતા જ બધું ફરી આરંભ કરાશે. 


ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ફરી ડિસેમ્બરની આ તારીખે આવશે વરસાદ


ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ કરવાની પાર્ટીની યોજના છે. હાલ ભાજપમાં આંતરિક રીતે 580 મંડળ અસ્તિત્વમાં છે. જેને વધારીને 800 કરવાનું આયોજન છે તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. તો સાથે જ કેટલાક વર્તમાન મોટા વિસ્તારોને વહેંચીને નાના મંડળ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તાર મુજબ સંગઠન કક્ષાએ નવું સીમાંકન કરી અન્ય કાર્યકરોને પણ પક્ષમાં હોદ્દા મળે એવી વિચારણા છે.  


નવા સંગઠનની રચના સાથે જોડાયેલા ટોચના નેતાએ કહ્યું કે, જાન્યુઆરીના પહેલા સપ્તાહ સુધીમાં ૫૦ ટકાથી વધુ મંડળ પ્રમુખો સાથેનું સગંઠન રચાયા બાદ ૧૭ મહાનગરો અને ૩૩ જિલ્લાના પ્રમુખો પૈકી ૫૦ ટકા સંગઠનની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ ટાઈમલાઈનને આધારે જાન્યુઆરીના બીજા સપ્તાહથી પદેશ પ્રમુખની નિયુક્તિ કરવા માટે દિલ્હીથી નિરીક્ષકોની ટીમ આવશે અને બાદમાં નવા પ્રમુખની વરણી થશે.


ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ફરી ડિસેમ્બરની આ તારીખે આવશે વરસાદ