Loksabha Elections 2024 : લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં વિવિધ બેઠક પર ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. બે દિવસ ઉમેદવારો માટે ભાજપ સેન્સ લેશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે આજે અને આવતી કાલે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે. સેન્સની પ્રક્રિયા બાદ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને યાદી મોકલાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ ચાલશે પ્રોસેસ 
ગુજરાત ની 26  સીટ ઉપર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અચાનક અને ગુપચુપ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે. બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થશે. બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાશે. 29 ફેબ્રુઆરી ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમીતીની બેઠક મળશે. ભાજપે લોકસભાના મુરતિયા પસંદગી માટેની સૂચનાઓ આપી છે. આગામી બે દિવસ લોકસભાના ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાશે. ત્યારબાદ પ્રદેશની પાર્લામેન્ટ્રી મળશે. 


ડોક્ટરની ગંભીર ભૂલ! પ્રસૂતિના ઓપરેશન બાદ મહિલાના પેટમાં રહી ગયો કોટનનો ટુકડો


આ તારીખે જાહેર થઈ શકે છે નામ
સતત બે દિવસ સુધી પ્રક્રિયા ચાલશે, જેના બાદ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. તારીખ 29 મી એ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના નામ જાહેર થઈ શકે છે. 


અમદાવાદમાં સેન્સ પ્રક્રિયા
ગાંધીનગર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા આજે અમદાવાદ યોજાશે. GSC બેંક અમદાવાદ ખાતે સાંજે 4 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ગાંધીનગર લોકસભાના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેશે.


Petrol-Diesel Price : ગુજરાતમાં સસ્તુ થયું ક્રુડ ઓઈલ, આ છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ


રાજકોટમાં સેન્સ લેનારનું કરાશે સ્વાગત
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટ જિલ્લામં સેન્સ પ્રકિયા શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે બપોર બાદ સેન્સ પ્રકિયા થશે. રાજકોટમાં પીએમ મોદીના આગમન બાદ સીધી જ સેન્સ પ્રકિયા હાથ ધરાઇ રહી છે. જેમાં દાવેદારો, સમર્થકો સાથે સેન્સ પ્રકિયામાં જોડાશે. રાજ્ય સભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા માટે રાજકોટ આવી પહોંચશે. રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીના ઢોલ ઢબુક્યાં છે. લોકસભાનું ચૂંટણી પહેલા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ વગાડવામાં આવ્યા છે. બક્ષીપંચ મોરચા દ્વારા મયંક નાયકનું સ્વાગત કરવામાં આવશે.


વડોદરામાં સેન્સ પ્રક્રિયા
વડોદરામાં લોકસભા બેઠકને લઇ ભાજપની સેન્સ પ્રક્રિયા બપોરે 3 અને 6 વાગ્યા દરમિયાન હાથ ધરાશે. બપોરે 3 વાગે સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવાશે, સાંજે 6 વાગે ચૂંટાયેલા હોદ્દેદારોની સેન્સ લેવાશે. ભાજપે સેન્સ પ્રકિયા છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખતાં દાવેદારોમાં સોગઠાં ગોઠવવા દોડધામ શરૂ થઈ છે. સયાજીગંજ મનુભાઈ ટાવર ભાજપ કાર્યલય ખાતે સેન્સ હાથ ધરાશે. 


ગુજરાતમાં અહીંથી નીકળશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા, કોંગ્રેસ કરી રહી છે પ્લાનિંગ