બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષના અંતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે આજે ભાજપે વધુ કેટલીક વિધાનસભા બેઠકોના પ્રભારીઓની જાહેરાત કરી છે. આજે વધુ 11 વિધાનસભા બેઠકના પ્રભારીઓની જાહેરાત કરી છે. જેમાં ઘણા નવા- જુના ચહેરાઓને મહત્વની બેઠક પર જવાબદારી સોંપાઈ છે. કેટલીક મહત્વપૂર્ણ બેઠકના પ્રભારીઓ પણ બદલાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, ભાજપે આજે વધુ 11 વિધાનસભા બેઠકના પ્રભારીઓની જાહેરાત કરી જેમાં પાલનપુર, નિકોલ, સુરત, ઉત્તર બેઠકના પ્રભારી બદલાયા છે. જેમાં અમદાવાદ જમાલપુર ખાડિયાના બેઠક તરીકે ગૌતમ શાહની જાહેરાત કરી છે.



11 વિધાનસભા બેઠકના પ્રભારીઓની જાહેરાત


- વડગામ બેઠકના પ્રભારી તરીકે કનુભાઈ પરમાર
- ઊંઝા બેઠકના પ્રભારી તરીકે ડૉ રાજુલબેન દેસાઈ
- નિકોલ બેઠકના પ્રભારી તરીકે પંકજસિંહ ચૌહાણ
- જમાલપુર ખાડીયા બેઠકના પ્રભારી તરીકે ગૌતમ શાહ
- સુરત ઉત્તર બેઠકના પ્રભારી તરીકે પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર ભાઈ પટેલને જવાબદારી


નોંધનીય છે કે, અગાઉ પ્રદેશ ભાજપે ઉત્તર બાદ મધ્યઝોનના 40 પ્રભારીની જાહેરાત કરી હતી. થોડા દિવસ પહેલા ગુજરાતના ઉત્તર ઝોનની 59 બેઠકો માટે અને પછી સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્ય ઝોનની 40 અને સૌરાષ્ટ ઝોન 2 ની વિધાનસભા સીટના પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. 


ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રભારીઓમાં, આણંદમાં 7, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5, દાહોદમાં 6, વડોદરા જિલ્લામાં 5, છોટા ઉદેપુરમાં 3 અને વડોદરા શહેરમાં 5 પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર ઝોનમાં મોરબી અને રાજકોટ જીલ્લા માટે પણ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube