ગુજરાત સરકારે બોર્ડની પરીક્ષાના નિયમમાં કર્યો મોટો બદલાવ, હવે બદલી શકાશે ગ્રૂપ
Board Exam New Rule : ગુજરાત સરકારે નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કર્યો... ધો. ૧૧ સાયન્સ કોઈ પણ ગ્રુપ સાથે પાસ કર્યા બાદ ધો. ૧૨માં ગ્રૂપ બદલવાનો મોકો શકાશે
Gujarat Board Exam : ગુજરાત બોર્ડમાં સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 12 સાયન્સ બાદ પણ વિદ્યાર્થીને ગ્રુપ બદલવાની તક મળશે. બોર્ડના નિયમોમાં ફેરફાર થતા રાજ્યના હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે. સમાચારને વિગતે સમજીએ તો, ધોરણ 12માં બી ગ્રુપમાં કોઈ વિદ્યાર્થી ફેઈલ થાય છે તો તે, એ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. અને આ પરીક્ષા આપવાનો મોકો તેને તરત જ એટલે કે પૂરક પરીક્ષા સમયે જ મળી જશે. આ સાથે હવે વિદ્યાર્થીઓને વધુ એક ફાયદો એ મળી રહ્યો છે કે, ધોરણ 11 બાદ પણ ધોરણ 12માં વિદ્યાર્થી કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે. એટલે કે ધોરણ 11 સાયન્સમાં એ, બી કે એબી ગ્રુપ હોય તો 12 સાયન્સમાં તમે અન્ય ગ્રુપ પણ પસંદ કરી શકો છો.
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓના હિતમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે. ધોરણ-11 માં એકવાર ગ્રૂપમાં એડમિશન લીધા બાદ ગ્રૂપ ચેન્જ કરી શકાતુ ન હતું. એજ ગ્રૂપ સાથે આગળ શિક્ષણ કરવું પડતું હતું. આવામાં ઘણીવાર ગ્રૂપ બદલવા માંગતા વિદ્યાર્થીઓ માટે કોઈ અવકાશ બચતો ન હતો. ત્યારે ગુજરાત સરકારે આ અંગેના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. ધો. 11 સાયન્સ કોઈ પણ ગ્રુપ સાથે પાસ કર્યા બાદ ધો. 12માં ગ્રૂપ બદલવાનો મોકો મળશે.
ગુજરાત સરકારે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં નિયમ બદલ્યો છે. જે મુજબ હેવ ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી ધોરણ-12 માં ગ્રૂપ બદલી શકશે, અને કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે. એટલે કે, ધોરણ-12 સાયન્સમાં ગ્રૂપ-બી સાથે નાપાસ થયેલ વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ, તારીખ નોંધી લો
આમ, ગુજરાત સરકારે બોર્ડની પરીક્ષાના નિયમોમાં મોટા સુધારા કર્યાં છે. આ ઉપરાંત અન્ય એક બદલાવ પણ કરાયો છે. ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ સાથે પાસ કર્યા બાદ પૃથ્થક વિદ્યાર્થી તરીકે હવે ગણિત વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે.
GSEB એ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું નવું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEB એ ધોરણ 12 બોર્ડની પરીક્ષા (Board Exam)નું નવું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે. આ પરીક્ષા 3 માર્ચ 2025ના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ હવે તેને વધારીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે હોળીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEBએ ધોરણ 12મા બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. બોર્ડે તેની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર પરીક્ષાનું સુધારેલું સમયપત્રક પણ બહાર પાડ્યું છે. પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાની છે, જે 17 માર્ચે સમાપ્ત થશે. જો કે બોર્ડ દ્વારા અગાઉ નક્કી કરાયેલી તારીખ મુજબ પરીક્ષા 13 માર્ચે સમાપ્ત થઈ જતી હતી, પરંતુ હવે તેને લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે ઉજવાતી હોળીને ધ્યાનમાં રાખીને બોર્ડે પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે.
ગુજરાતમાં 5 MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી, લિસ્ટમાં મોટા મોટા મહાનુભાવો