ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિ માટે મૂકાયા નિયમો, સરકારે કરી આ જાહેરાત
કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ (Navratri) ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે ગરબા મહત્વનો તહેવાર છે. આ નિર્ણય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે, જેથી કોરોનાની ત્રીજી લહેર સામે ચેતીને રહી શકાય. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબા (garba) માં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે. પરંતુ તે માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહિ થાય. વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. જેમાં ચોકમાં અને વૃક્ષની આસપાસ ગોળ ફરતે ગરબા રમી શકાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે.