બ્રિજેશ દોશી/ગાંધીનગર :આવતીકાલે 2 જુલાઇના મંગળવારના રોજ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. જ્યાં પહેલા જ દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યનું બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીના કારણે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારે લેખાનુદાન પસાર કર્યું હતું. જે જુલાઇ મહિના સુધીનું જ હતું. ત્યારે હવે જુલાઇ મહિનાથી આગામી માર્ચ સુધીનું પૂર્ણ બજેટ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલે મંગળવારે રજૂ કરશે, જેમાં રાજ્ય સરકારની નવી યોજનાઓની સાથે જૂની જાહેરાતો માટેની ફાળવણીને લઇને પણ વાત થશે. 


મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડનો લાભ લેવામાં ગુજરાતના આ જિલ્લાના લોકો છે અવ્વલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર માટે જીએસટીના કારણે કરની આવક ઘટી છે ત્યારે ઘટેલી આવકની વચ્ચે પુરાંતવાળુ બજેટ રજૂ કરવું રાજ્ય સરકાર માટે મહત્વનું બની જાય છે. તેવા સંજોગોમાં સૌની નજર એ વાત પર રહેશે કે પૂર્ણ બજેટમાં જનતા પર નવો વેરો નાંખ્યા વગર બજેટ રજૂ થાય છે કે પછી સરકાર આ વખતે કોઇ નવા વેરા વધારે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો કે, સરકારે લેખાનુદાનમાં કરેલી જાહેરાતો પ્રમાણે યોજનાઓ માટે ખર્ચ પૂરો પાડવામાં આવશે, તો સાથે જ કેટલીક નવી યોજનાઓની પણ જાહેરાત રાજ્ય સરકાર કરી શકે છે. જોકે આ જાહેરાતો કઇ હશે તેની જાહેરાત આવતીકાલે વિધાનસભામાં જ કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકાર પુરાંતવાળુ બજેટ રજૂ કરે છે ત્યારે આ વખતે પણ બજેટ પુરાંતવાળુ રહે તેવી પૂરી શક્યતા છે. 


ભરૂચ : 200 કરોડની કરચોરી તપાસમાં અધિકારીઓ જ્યારે ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા, તો ભોંઠા પડી ગયા


ચોમાસુ સત્ર તોફાની બની શકે છે
આ સત્ર તોફાની બની રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોમાસુ સત્ર દરમિયાન વિરોધપક્ષ પણ સરકારને ભીંસમાં લેવા પ્રયાસો કરશે તેવી શક્યતાઓ છે. આ માટે વિરોધ પક્ષ પાસે અનેક મુદ્દાઓ છે. જેમ કે, સુરત આગકાંડ, ખાતર-પાણી, દલિતોના મુદ્દે વિધાનસભામાં ભારે હંગામો થાય એવી શક્યતાઓ છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :