હિતલ પારેખ ગાંધીનગર :ગુજરાત રાજ્યનું બજેટ (Budget session) વિધાનસભામાં 24 ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નાણા મંત્રી તરીકે રજૂ કરશે. બજેટ સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ કરીને 31 માર્ચ સુધી ચાલશે. ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha) આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 10મી જાન્યુઆરીએ એક દિવસ બેઠક મળનાર છે અને 24મી તારીખથી શરૂ થનાર બજેટ સત્ર અંગેના કામકાજ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી. 


વડોદરાથી પકડાયેલા આતંકી ઝફરની Exclusive તસવીર, જંબુસર સુધી ફેલાવ્યું છે નેટવર્ક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે વિધાનસભાનું એક દિવસનું સત્ર મળશે
સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહના જણાવ્યા મુજબ, આવતીકાલે એટલે કે 10 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે વિધાનસભાનું સત્ર મળશે. જેમાં પ્રથમ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતનું પ્રથમ પ્રવચન વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારની કામગીરી સંદર્ભે રાજ્યપાલ સરકારની વિકાસ કામગીરીના લેખાજોખા રજૂ કરશે. આવતીકાલે વિધાનસભામાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલાં સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે. તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે ગૃહમાં આક્રમક દેખાશે. જેથી આવતીકાલે મળનારું વિધાનસભાનું એક દિવસીય સત્ર તોફાની બને તેવી શક્યતા છે.


ગુજરાત ATSએ ઝફર અલી નામનો IS એજન્ટ ઝડપ્યો, ISનું મોડ્યુલ ગુજરાતમાં ઉભુ કરવાની ફિરાકમાં હતો


આવતીકાલ બાદ એક દિવસના સત્રની સમાપ્તિ કરીને ૨૪મી ફેબ્રુઆરીના રોજ બજેટ સત્રનો પ્રારંભ થશે. બજેટ સત્રમાં આવતીકાલે રાજ્યપાલનું પ્રવચન પૂર્ણ થશે. જેના બાદ 24મી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાનું નાણામંત્રી તરીકેનું બજેટ રજૂ કરશે. બજેટ સત્ર મા બજેટ રજૂ થયા બાદ રાજ્યપાલના પ્રવચન પરનો ત્રણ દિવસનો આભાર પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. નાણા મંત્રી નીતિન પટેલના બજેટ પરની ચર્ચાનો પ્રારંભ કરવામાં આવશે. વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયા પ્રમાણે 24મી ફેબ્રુઆરીથી શરૂ થતા સત્રમાં 25મી તારીખથી પ્રશ્નોત્તરી avash અને જાહેર તાકીદની અગત્યની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Photos : કન્યા અને વર બંને કમાન્ડો, સુરતના સમૂહ લગ્નમાં લેશે સાત ફેરા... 


આ ઉપરાંત સમગ્ર સત્ર દરમિયાન અનેક સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. વિધાનસભાની કામગીરી પ્રમાણે 25 દિવસ ચાલનારા બજેટ સત્રમાં ૪૦ દિવસની કામગીરી કરવામાં આવશે. હોળી અને ધુળેટી ની રજા પણ રાખવામાં આવી છે. 31મી માર્ચના રોજ બજેટ સત્રનો અંતિમ દિવસ હશે.સ્વાભાવિક છે બજેટ સત્ર 25 દિવસ ચાલનાર હોવાથી કોંગ્રેસ દ્વારા પણ રણનીતિ નક્કી કરીને સરકારને ક્યાંકને ક્યાંક ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે.ખેડૂતોના પાક વીમા નો મુદ્દો હોય કે બાળ મૃત્યુ નો મુદ્દો હોય અનેક મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કોંગ્રેસ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....