Gujarat Budget 2023 : આજે ગુજરાત રાજયનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું. આ બજેટ અત્યાર સુઘીનું સૌથી વધુ 3 લાખ 1 હજાર 22 કરોડનું રજૂ કરવામાં આવ્યું. ગત વર્ષ કરતા વધુ રકમનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં નવા કોઇ કરવેરો નહી તેમજ જૂના કરવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દરેક વર્ગની અપેક્ષા સાકાર કરનારુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ બજેટની કેટલીક જાહેરાતો આંખે ઉડીને વળગે તેવી છે. જેમાં મફત ગેસ સિલેન્ડરની વાત કરવામાં આવી છે. આ જાહેરાત મિડલ ક્લાસ તથા ગરીબોને રાહત આપતી જાહેરાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મફત ગેસ અંગે મહત્વની જાહેરાત
બજેટમાં મિડલ ક્લાસ અને ગરીબો માટે ખાસ જાહેરાત એ છે કે, ઉજ્જવલા યોજના હેઠળ 39 લાખ કુટુંબોને દર વર્ષે બે ગેસ સિલિન્ડર મફત આપવા ₹ 500 કરોડની જોગવાઈ કરાઈ છે. તો સાથે જ NFSA કુટુંબો માટે પ્રતિ માસ 1 કિલો ચણા હવે સમગ્ર રાજ્યમાં અપાશે.


આ પણ વાંચો : 


બજેટમાં તમારા ફાયદાની વાત : જુઓ કરવેરા અને CNG-PNG માં વેટ અંગે શું જાહેરાત કરાઈ


બજેટની આ છે 10 મોટી જાહેરાતો, જાણીને તમારું દિલ ખુશ ખુશ થઈ જશે


કરવેરા અને વેટ અંગે જાહેરાત
ગુજરાતના નાગરિકો માટે આનંદની વાત તો એ છે કે, ગુજરાતના નાગરિકો પર કોઈ પણ જાતનો કર નાંખવામાં આવ્યો નથી. કોઈ પણ કરવેરા વગરના ફેરફાર વગરનું આ બજેટ નાગરિકો માટે ફુલગુલાબી બજેટ બની રહ્યું છે. નવા કોઈ કરવેરા વગરનું 3.01 લાખ કરોડનું ગુજરાતનું નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરાયું છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું છે. 916.87 કરોડ પુરાંત વાળું આ બજેટ છે. આ વર્ષના બજેટમાં 24 ટકાનો વધારો કરવામા આવ્યો છે. CNG-PNGના વેટમાં કરાયો ઘટાડો છે. બજેટ સત્ર દરમિયાન કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીનો 15 ટકાથી ઘટાડીને 5 ટકા વેટ કરાયો છે.


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ બજેટને આવકારતા જણાવ્યું, ગુજરાત રાજ્યનું આ બજેટ આવનાર પાંચ વર્ષના રોડ મેપને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ છે. આ બજેટ યુવાનો મહિલાઓ, આદિવાસી સમાજ, પ્રવાસન અને રોજગાર વધે તે રીતનું બજેટ રજૂ કરાયુ છે. આ બજેટ વિકસીત ગુજરાતને વધુ વેંગવતું બનાવશે અને જનતાની અપેક્ષાઓ પરિપુર્ણ કરવામાં બજેટ મદદરૂપ નીવડશે. રાજયના અરવલ્લિ,છોટાઉદેપુર,મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે તેમજ અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ બજેટ આત્મનિર્ભર ભારતની નેમ અને વિકસીત ગુજરાતના પાયાને વધુ મજબૂત કરનારુ રજૂ કરવામાં આવ્યું હોવાથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ રાજયના નાંણામંત્રી કનુભાઇ દેસાઇ સહિત અઘિકારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.


આ પણ વાંચો : 


બજેટની લાલચટાક બેગ ફરી ચર્ચામાં આવી, ખાસ બેગ સાથે ફરી જોવા મળ્યા નાણામંત્રી


નાણામંત્રી બેગ લઈને વિધાનસભા પહોંચ્યા, જાણો તે પહેલા મુખ્યમંત્રીએ શું કહ્યું...