Gujarat Budget 2024 Highlights : નાણામંત્રી કનુ દેસાઈ હાલ ગુજરાતનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરી રહ્યાં છે. ભુપેન્દ્ર પટેલ સરકારનું આ ફુલગુલાબી બજેટ બની રહ્યું છે. જેમાં નાગરિકો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. ત્યારે કયા વિભાગ માટે કેટલા કરોડ રૂપિયા ફાળવ્યા છે તે જોઈએ


  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ

  • સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ

  • શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ

  • શિક્ષણ વિભાગ માટે કુલ 55114 કરોડની જોગવાઈ

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ

  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડની જોગવાઈ

  • અન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2711 કરોડની જોગવાઈ

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ

  • ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે  કુલ 8423 કરોડની જોગવાઈ

  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઇ

  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ

  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઈ.

  • જળ સંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડની જોગવાઈ.

  • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડની જોગવાઈ.

  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ.

  • પાણી પુરવઠા પ્રભાગ માટે 6242 કરોડની જોગવાઈ.

  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ.

  • પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન  માટે 2098 કરોડની જોગવાઈ.

  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ.

  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ.

  • ગૃહ વિભાગ માટે કુલ 10378 કરોડની જોગવાઈ.

  • ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઈ.

  • કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ.

  • મહેસુલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઈ.

  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ.

  • સામાન્ય વહીવટી વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ