જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, ટેન્શનમાં આવેલા બિલ્ડરોએ સરકારને કરી રજૂઆત
Jantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનું ભૂત ધૂણ્યું છે. રાજ્ય સરકાર બિલ્ડરોના વિરોધ છતાં નિર્ણય લાગુ કરવા મક્કમ બની છે. તેથી ગુજરાતમાં નવા મોંઘા થશે એ નક્કી જ છે, ત્યારે હવે ગુજરાતના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે, જંત્રીના ભાવમાં વધારો થતાં પહેલાં સુરત ક્રેડાઈની સરકારને રજૂઆત
Jantri Rates Gujarat : લોકસભાની ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આસમાને પહોંચી છે. જેમાં જમીન અને મકાનના ભાવ પણ સામેલ છે. ગુજરાત સરકાર હવે ગમે ત્યારે જંત્રીના નવા ભાવ લાગુ કરશે. જેથી મકાનોના ભાવમાં ભડાકો થશે. ત્યારે ગુજરાતના બિલ્ડરોમાં ડરનો માહોલ પેદા થયો છે. જંત્રી લાગુ થતા જ મકાનની કિંમત મોંઘી થશે અને તેમના વેચાણ પર ફટકો પડશે. ત્યારે સુરત ક્રેડાઈના બિલ્ડરો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારની એક જાહેરાતથી મકાન અને પ્રોપર્ટી ટેક્સ સહિત દસ્તાવેજના ખર્ચ ડબલ થઇ જશે. જેની સીધી અસર મિડલ ક્લાસ અને અપરમિડલ ક્લાસના લોકો પર પડશે. સરકાર જંત્રીના ભાવ વધારવા થનગનાટ કરી રહી છે, જેથી જલ્દી જ આ ભાવવધારો ઝીંકવામાં આવશે.
સુરત ક્રેડાઈ સાથે સંકળાયેલા અને ખજાનચી દીપેન દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં માર્કેટનો રેટ અને જંત્રીનો દર બંનેમાં વિસંગતતા છે. જે છેલ્લા 10 વર્ષથી જોવા મળે છે. જે અંગે ક્રેડાઈ રજૂઆત કરતી આવી છે. અમે માનીએ છીએ કે, જંત્રી દર વધારવો જોઈએ. જેથી ધીમે ધીમે માર્કેટ અને જંત્રીનો દર એક સમાન થઈ જાય. જોકે તે માટે એક સાથે નહીં પરંતુ દર વર્ષે 5 ટકા વધારવું જોઈએ. જો સરકાર એકસાથે વધારો કરે તો ડેવલોપર્સ અને લેનાર વ્યક્તિ ઉપર આકસ્મિક બોજો આવી શકે છે. માર્કેટ રેટ નક્કી કરવા માટે કોઈ પેરામીટર હોતું નથી. માર્કેટ ડિમાન્ડ અને સપ્લાય પર હોય છે. આપનાર અને લેનારની ગરજ પર હોય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર માર્કેટ રેટ કોઈ પણ નક્કી કરે અને જંત્રી વધારી દે છે તો માનીએ કે 3 BHK ફ્લેટનો દસ્તાવેજ સામાન્ય પરિવાર કરે તો ખર્ચમાં વધારો થશે. માનીએ કે આ ફ્લેટની કિંમત 60 લાખ રૂપિયા છે. તેના 6 ટકા લેખે 3.50 લાખ રૂપિયા ખર્ચો થાય. માનો કે સરકાર માર્કેટ વેલ્યુ ડબલ કરી દે છે. તો એ જ ફ્લેટ 1.20 કરોડનો થઈ જશે તો સ્ટેમ્પ ડ્યુટી સહિત દસ્તાવેજ વ્યક્તિને ડબલ થઇ જશે અને 3.50 લાખની જગ્યાએ 7 લાખ રૂપિયાનો ખર્ચ થશે. એનાથી એક ચોક્કસ સરકારને આવક થશે, પરંતુ કેપિટલ જનરેટ થતાં પણ વાર લાગે છે. જોકે જંત્રી વધે તો મલ્ટીનેશનલ કંપનીઓ કે જે વાઈટમાં વ્યવહાર કરે છે તે આવશે અને શહેરમાં વિકાસ પણ જોવા મળશે.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી આફત આવી
જંત્રીનો દર વધારીને બજારભાવ જેટલો કરાશે
12 વર્ષ પછી ગત વર્ષે જંત્રીદર વધ્યા હતા, હવે ફરી વધારો કરવાની સરકારની તૈયારી છે. તેથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં જ ક્રેડાઈએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, તમે જંત્રીથી વધુ દરે દસ્તાવેજ કરો છો. તેનાથી રિયલ એસ્ટેટ પર મોટી અસર સાથે વ્યવહારો ખોરવાઈ જશે. મકાન, પ્રોપર્ટી ટેક્સ, દસ્તાવેજ ખર્ચ વધી શકે છે.
સરકારે સરવે કરાવ્યો
ગત વર્ષે સરકારે અચાનકથી જંત્રીના ભાવમાં ડબલ વધારો કર્યો હતો. જેના બાદ તેને પરત ખેંચ્યો હતો. પરંતું સામે એ પણ એટલું જ સાચું છે કે, 12 વર્ષમાં થયેલા જંત્રી દરના વધારાની સામે વિકસિત શહેરમાં જમીનોના ભાવ કરતા બમણા થયેલા જંત્રી દરો પણ ખૂબ ઓછા હતા. તેથી પોશ વિસ્તાર અને ઓછા વિકસિત વિસ્તારો વચ્ચેના જંત્રીદરોમાં તફાવત સામાન્ય રહ્યો હતો. તેથી હવે જંત્રી ભાવ વધારાની જરૂર પડી હતી.
4 જુલાઈને શિવ અને બ્રહ્માંડના ચમત્કાર સાથે છે મોટું કનેક્શન, વૈજ્ઞાનિકો પણ માની ગયા!
ક્યાં જંત્રી દર વધશે
મહાનગરોના પોશ વિસ્તારો, મહાનગરની આસપાસના અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ વિકસિત વિસ્તાર, મોટી નગરપાલિકાઓ સ્વાં ભવિષ્યમાં રીઅલ્ટી ક્ષેત્રે મોટું રોકાણ આવી શકે, નવી જાહેર થનારી મહાનગરપાલિકાઓ ઈન્ડસ્ટ્રીયલ ઝોન, સ્માર્ટસિટી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન
ક્યાં જંત્રી દરો ઘટી શકે
મહાનગરના જૂના શહેરી વિસ્તારી શે વિકાસની તક નથી અથવા મર્યાદિત છે. દરિયાકાંઠાની ખારાશવાળી જમીન કે થવા નજીકના ભવિષ્યમાં વિકાસ શક્ય નથી. મીઠાના અગરો ધરાવતી જમીન અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો.
એફોર્ડેબલ ઝોનમાં વધારો નહીં
સરકારે શહેરોમાં જે વિસ્તારોને એર્ફોડેબલ હાઉસિંગ ઝોન તરીકે નક્કી ક્યાં છે તે વિસ્તારો ઉપરાંત ખેતીવાડી સહ- વિસ્તારો માટે જંત્રીના દરો ગયા વર્ષ ફેબ્રુઆરીમાં નિયત થયા હતા તે પ્રમાણે જ રહેશે. આ ઉપરાંત જ્યાં ભાર ભાવ અને જંત્રીદરો વચ્ચેનું સંતુલન વિચિત્ર નથી, ત્યાં પણ કોઇ બદલાવ નહી આવે.
સફેદ રંગની વીજળી સાથે અંબાલાલ પટેલની નવી આગાહી : જુલાઈના આ દિવસોએ આફતનો વરસાદ આવશે