અમદાવાદ: એક તરફ સોનાના ભાવ આસમાને છે તેમ છતાં પુષ્યનક્ષત્રના દિવસે રાજ્યભરમાં સોનાની ધુમ ખરીદી કરાઈ છે. એક જ દિવસમાં રાજ્યમાં સરેરાશ 225થી કિલોથી વધારે સોનું અને 400 કિલોથી વધારે ચાંદીનું વેચાણ થયુ છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં જ માત્ર એક દિવસમાં સોનાનું 125 કિલો અને ચાંદીનું અંદાજે 200 કિલો જેટલુ વેચાણ થયુ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષની સરખામણીએ સોનાની કિંમત સરેરાશ 10 ગ્રામદીઠ 3000 વધીને રૂ. 32,800 રહી હતી. જ્યારે ચાંદીની કિંમત બુધવારે રૂ.38,800 હતી. પુષ્યનક્ષત્ર અને ધનતેરસના દિવસે સોનું ખરીદવાની માન્યતા હોવાથી લોકોએ પુષ્યનક્ષત્રમાં મોટાપાયે ખરીદી કરી હતી. ત્યારે આગામી ધનતેરસના દિવસે પણ શહેરમાં સોનાના વેચાણમાં વધારો થશે તેવી શક્યતા સોના-ચાંદીના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.


પુષ્યનક્ષત્રના દિવસે રાજ્યભરમાં સોનાનું સરેરાશ વેચાણ 200થી 225 કિલો અને ચાંદીનું સરેરાશ વેચાણ 400 કિલો થયાનો અંદાજ છે, જેમાં અમદાવાદમાં સરેરાશ 125 કિલો સોનું અને 200 કિલો ચાંદીનું વેચાણ થયું છે. સેફહેવન અને ધાર્મિક મહત્ત્વને કારણે સોનાની ખરીદી મોટા પાયે થતી હોય છે. ગત વર્ષની સરખામણીએ સોનાની કિંમત સરેરાશ 10 ગ્રામદીઠ 3000 વધીને રૂ. 32,800 રહી છે. જ્યારે ચાંદીની કિંમત બુધવારે રૂ. 38,800 હતી. બીડી જ્વેલર્સના અશોક ચોકસીએ કહ્યું કે, જ્વેલર્સ દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર અપાઈ હોવા છતાં વેપાર 20 ટકા સુધી ઘટ્યો છે.


કેટલું વેચાણ
- 225 કિલો, સોનાનું રાજ્યમાં વેચાણ થયું
- 400 કિલો, ચાંદીનું વેચાણ
- 3000રૂ. 10 ગ્રામ દીઠ સોનું ગત વર્ષ કરતાં મોંઘું થયું


ધનતેરસે વેચાણ વધવાની શક્યતા
છેલ્લા કેટલાક સમયથી સોનું ખરીદવા માટે પુષ્યનક્ષત્ર અને ધનતેરસ બંને ઉત્તમ દિવસો ગણવાની પ્રથા શરૂ થઈ છે, જેના ભાગરૂપે આગામી ધનતેરસના દિવસે પણ શહેરમાં સોનાના વેચાણમાં વધારો થવાની શક્યતા જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ વ્યક્ત કરી છે.