• કોંગ્રેસે મોરબી, ધારી જેવા પોતાના ગઢ પણ ગુમાવ્યા છે, જે બતાવે છે કે કોંગ્રેસનુ સુકાન નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) માં સર્વત્ર ભાજપનો ભગવો લહેરાયો છે, અને કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. તેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જીતને 2022નું ટ્રેલર ગણાવ્યું છે. એટલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થશે તેવા સ્પષ્ટ સંકેતો તેમણે કોંગ્રેસ (congress) ને આપ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસે મોરબી, ધારી જેવા પોતાના ગઢ પણ ગુમાવ્યા છે, જે બતાવે છે કે કોંગ્રેસનુ સુકાન નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી છે. પરંતુ આ ચૂંટણીમાં સૌથી વધુ નિષ્ફળતા હાર્દિક પટેલને મળી છે. સીઆર પાટીલ અને હાર્દિક પટેલ (hardik patel) ની જવાબદારી આ ચૂંટણીમાં મહત્વની બની રહી હતી, સાથે જ બંનેની આ પ્રથમ ચૂંટણી હતી. આવામાં સીઆર પાટીલને ખોબલે ભરીને સફળતા મળી, તો હાર્દિક પટેલ પર કોંગ્રેસે ખેલેલો જુગાર ફેલ સાબિત થયો. 


આ પણ વાંચો : ‘બાળકોને 7 મહિના ઘરમાં સાચવ્યા, તો હજુ 2-3 મહિના વધુ સાચવી લો...’


કાતિલ ઠંડી માટે તૈયાર રહે ગુજરાતીઓ, હવે દિવસે પણ ઠંડી લાગવાની શરૂ થશે

પ્રથમ પરીક્ષામાં પાટીલ પાસ
તો બીજી તરફ, સીઆર પાટીલનું પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ સફળ બન્યું છે. પાટીલની વ્યૂરચના અને ટીમવર્કને કારણે ભાજપને મોટી સફળતા હાથ લાગી છે. આમ, નવા પ્રદેશ પ્રમુખ પહેલી જ પરીક્ષામાં પાસ થયા છે. ડાંગના ઈતિહાસમાં પણ પહેલીવાર આટલી સરસાઈ ભાજપને મળી છે. દક્ષિણ ગુજરાત સીઆર પાટીલનો ગઢ છે, ત્યારે ડાંગમાં ભાજપની લીડ પાટીલની સફળતા છે.