ગૌરવ દવે/રાજકોટ :ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ (cabinet reshuffle) માં કુલ 27 મંત્રીઓ હશે. જેમાંથી અત્યાર સુધી 23 મંત્રીઓના નામની જાહેરાત થઈ ગઈ છે. આ નવી કેબિનેટમાં રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી હુકમનો એક્કો સાબિત થશે. પરંતુ આ વચ્ચે વિજય રૂપાણી કેબિનેટના તમામ મંત્રીઓ કપાઈ ગયા છે. જેમાં કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા (kunwarji bawaliya) પાસેથી પણ મંત્રી પદ છીનવાયુ છે. કોળી સમાજમાંથી ત્રણ નવા ચહેરાની પસંદગી કરાઈ છે. જેમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણાનો સમાવેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવામાં મંત્રી પદ છીનવાતા કુંવરજી બાવળિયાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રાજકોટ પૂર્વ મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ નવા મંત્રીમંડળ વિશે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય નેતાગીરીએ જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. અમે ફરીથી અમારા વિસ્તારમાં અમે કામે લાગી જઈશું. પક્ષના ‘નો રિપીટ થિયરી’ને અમે આવકારી રહ્યા છીએ. નો રિપીટની થિયરી તમામ લોકોએ સ્વીકારવી જોઈએ. તેથી સૌરાષ્ટ્ર કોઈએ વિરોધ કરવો નહિ.