બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત સરકારના નવા મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને ઈતિહાસ સર્જી દીધો. હવે નવી સરકારમાં નવા મંત્રીમંડળને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપે 50 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો હોય તેવું પણ પ્રથમવાર બન્યું છે. રાજ્યમાં નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 20થી વધુ મંત્રીઓને સ્થાન મળી શકે છે . હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી સહિતના નેતાઓનો સમાવેશ થઇ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે.


કેવી હશે કેબિનેટ!


  • કિરીટ સિહ રાણા

  • કનું દેસાઈ

  • ઋષિકેશ પટેલ

  • કુંવરજી બાવળિયા

  • જયેશ રાદડિયા

  • શંભુનાથ ટુન્ડિયા/રમણલાલ વોરા

  • મુળુભાઈ બેરા

  • અલ્પેશ ઠાકોર

  • જીતુ વાઘાણી

  • શંકર ચૌધરી

  • ગણપત વસાવા/નરેશ પટેલ


રાજ્ય કક્ષા


  • હર્ષ સંઘવી

  • બાલકૃષ્ણ શુક્લ

  • જગદીશ વિશ્વકર્મા

  • કૌશિક વેકરિયા/મહેશ કસવાલા

  • મનીષા વકીલ/ભાનુંબેન બાબરીયા/દર્શનાબેન વાઘેલા

  • દર્શના દેશમુખ/પી સી બરંડા

  • મૂકેશ પટેલ

  • જીતુભાઈ ચૌધરી

  • પરસોત્તમ સોલંકી / હીરાભાઈ સોલંકી

  • સંજય કોરડિયા

  • વિપુલ પટેલ

  • પંકજ દેસાઈ


તમને જણાવી દઈએ કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ગયા છે. માત્ર એક જ કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા છે. આ વખતની ચૂંટણીમાં જીતેલા મંત્રીઓમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, જીતુ ચૌધરી, મનીષબેન વકીલ, મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, કુબેર ડિંડોર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા અને દેવા માલમનો સમાવેશ થાય છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે.  ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. ત્યારે આગામી 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.